(ANI Photo)

ભારતીય અભિનેતા સંજય દત્ત પણ હવે સ્પોર્ટ્સ ટીમનો માલિક બન્યો છે અને અભિનય પછી રમત ગમતના ક્ષેત્રમાં ઝંપલાવ્યું છે. તેણે ઝિમ્બાબ્વેમાં શરૂ થનારી ફ્રેન્ચાઈઝ ક્રિકેટ ટુર્નામેન્ટમાં એક ટીમની ફ્રેન્ચાઇઝી મેળવી છે. સંજુ બાબાએ એરીઝ ગ્રુપ ઓફ કંપનીના સંસ્થાપક અને ચેરમેન સર સોહન રોય સાથે જિમ એફ્રો ટી 10માં હરારે હરિકેન ટીમ ખરીદી છે. આ ટુર્નામેન્ટ 20 જુલાઇથી શરૂ થશે.

સંજય દત્તે એક મીડિયા રીલીઝમાં જણાવ્યું છે કેભારતમાં ક્રિકેટ એક ધર્મ છે અને રમત-ગમતના ક્ષેત્રમાં એક મોટો દેશ હોવાથી મને લાગે છે કેક્રિકેટને વિશ્વના દરેક ખૂણામાં લઇ જવાની આપણી ફરજ છે. ઝિમ્બાબ્વે ક્રિકેટના ક્ષેત્રે એક સમૃદ્ધ ઇતિહાસ ધરાવે છેતેમની સાથે જોડાવું આપણું કર્તવ્ય છે અને પ્રશંસકોને સારો સમય વિતાવવામાં મદદ કરવામાં મને ખરેખર ખુશી મળે છે. હું આ ટુર્નામેન્ટમાં અમારી ટીમ સારું પ્રદર્શન કરે તેવી આશા રાખું છું. 29 જુલાઇએ ફાઇનલ મેચ રમાશે, જિમ એફ્રો ટી-10ની તમામ મેચ હરારેમાં રમાશે.

Leave a reply

  • Default Comments (0)
  • Facebook Comments