(PTI Photo)

મુંબઈ પોલીસે 40 કલાકના લાંબા ઓપરેશન બાદ મહાદેવ સટ્ટાબાજી એપ કેસમાં કથિત સંડોવણી બદલ બોલિવૂડ અભિનેતા સાહિલ ખાનની રવિવારે છત્તીસગઢમાંથી ધરપકડ કરી હતી. સટ્ટાબાજીની એપને પ્રમોટ કરવાના આરોપમાં કુલ 32 સેલિબ્રેટીનો સમાવેશ થાય છે.

બોમ્બે હાઈકોર્ટે વચગાળાના જામીન માટેની અરજી ફગાવી દીધા બાદ ખાનની ધરપકડ કરવામાં આવી હતી. આ અરજી ફગાવી દેવાયા બાદ તે મુંબઈથી ભાગી ગયો હતો. કોર્ટે સાહિલ ખાનને ચાર દિવસના પોલીસ રિમાન્ડ આપ્યાં હતાં.

કોલકાતામાં જન્મેલા 47 વર્ષીય અભિનેતા બોલિવૂડની ‘સ્ટાઈલ’, ‘એક્સક્યુઝ મી’, ‘અલાદ્દીન’ અને ‘ફાલ્તુ’ જેવી ફિલ્મોમાં અભિનય કરવા માટે જાણીતા છે. સાહિલ ખાન એક ફિટનેસ ઉદ્યોગસાહસિક પણ છે, જે તેમના YouTube એકાઉન્ટ પર ફિટનેસ કન્ટેન્ટ પોસ્ટ કરે છે. આ એકાઉન્ટમાં 2.8 મિલિયનથી વધુ સબ્સ્ક્રાઇબર્સ છે. તેની પાસે પોતાનું જિમ પણ છે. તેને 2003માં ઈરાનમાં જન્મેલી નોર્વેજીયન અભિનેત્રી નિગાર ખાન સાથે લગ્ન કર્યા હતા, પરંતુ બે વર્ષ પછી બંનેએ છૂટાછેડા લીધા હતાં.

સાહિલ ખાન પર લાયન બુક અને લોટસ 24/7 જેવી સટ્ટાબાજીની એપ્સને પ્રમોટ કરવાનો આરોપ છે. આ બંને એપ મહાદેવ એપ સાથે જોડાયેલી છે. તે લોટસ બુક 24/7 એપમાં પણ  હિસ્સેદારી ધરાવે છે.

છત્તીસગઢના સૌરભ ચંદ્રાકર અને દુબઈના રવિ ઉપ્પલ દ્વારા સંચાલિત મહાદેવ ઓનલાઈન સટ્ટાબાજીની એપ સોશિયલ મીડિયા એપ્સ પર પેઈડ જાહેરાતોનો ઉપયોગ કરીને લોકોને ખેલાડીઓ અને IPL મેચો, ફૂટબોલ, ટેનિસ અને અન્ય રમતોના પરિણામો પર સટ્ટો લગાવે છે.

LEAVE A REPLY