મુંબઈ પોલીસે વિવાદાસ્પદ ટ્વીટના મામલે મંગળવારે એક્ટર કમાલ ખાનની ધરપકડ કરી હતી. એક્ટરે 2020માં વિવાદાસ્પદ ટ્વીટ કર્યું હતું. કેઆરકેના નામથી પ્રખ્યાત ખાનની મુંબઈ એરપોર્ટ પરથી ધરપકડ કરવામાં આવી હતી.
કમાલ આર ખાન સામે ધર્મને ઠેસ પહોંચાડતી વિવાદાસ્પદ ટ્વીટ કરવાનો આરોપ છે. યુવા સેનાના સભ્ય રાહુલ કનાલે કેઆરકે પર ધર્મ વિરુદ્ધ ટ્વિટ કરવાનો આરોપ લગાવતા ફરિયાદ દાખલ કરી હતી.કમાલ ખાન મોટે ભાગે બોલીવુડના મોટા-મોટા સ્ટાર્સ અંગે બેફામ ટીપ્પણી કરતો હોય છે અને મજાક ઉડાવતો હોય છે. આ ઉપરાંત તે દરેક ફિલ્મ પર સમીક્ષા કરે છે. તે પોતાને ફિલ્મ ક્રિટિક ગણાવે છે