લોકોની નોકરીઓ જળવાઇ રહે, બેરોજગારી અને જોબના સંકટને રોકવા અને અર્થતંત્રમાં તેજી આવે તે માટે ‘સર્જનાત્મક’ પગલા લેવા બિઝનેસ જૂથો, ટ્રેડ યુનિયન અને લેબર પાર્ટીએ વધારાના પગલાં લેવા માંગ કરી છે. ચાન્સેલર ઋષિ સુનકે ફર્લો યોજના બંધ કરવાની જાહેરાત કર્યા પછી રોજગાર બચાવવા માટે વિશેષ નવા પગલાં તરફ પણ નજર દોડાવી છે.
ટાર્ગેટેડ ફર્લો એક્સ્ટેંશન
કોમન્સ ટ્રેઝરી કમિટીએ ચાન્સેલરને વિનંતી કરી છે કે તેઓ અર્થવ્યવસ્થાના સખત અસરગ્રસ્ત ક્ષેત્રો માટે ટાર્ગેટેડ ફર્લો એક્સ્ટેંશનનો અમલ કરે. દા.ત. ઑગસ્ટના મધ્યમાં આર્ટ્સ, મનોરંજન અને મનોરંજન ઉદ્યોગોના 40%થી વધુ કામદારો ફર્લો પર હતા. જ્યારે હોટલ અને રેસ્ટોરન્ટના લગભગ ત્રીજા ભાગના કામદારો હજી ઘરે છે. યુકે હોસ્પિટાલિટીએ ચેતવણી આપી હતી કે સરકારના ટેકા વગર આ સેક્ટરમાં 900,000 નોકરીઓ જોખમમાં છે.
ટૂંકા સમય માટે કામની યોજના
સુનકને ફર્લો યોજના ડિઝાઇન કરવામાં મદદ કરનાર ટીયુસીએ ટૂંકા ગાળાની વર્કિંગ સ્કીમની યોજનાની રૂપરેખા આપી છે, જેમાં કામદારો કામમાં ન હોય તેવા કલાકો માટે કામદારો 80% પગાર મેળવશે. જ્યારે તેમના એમ્પ્લોયરને 70% સરકારી સબસિડી મળશે. આ માટે કંપનીએ દરેક કર્મચારીને તેમના સામાન્ય કામના ઓછામાં ઓછા કલાકો માટે પાછા બોલાવવાના રહેશે. આ યોજનાનો ખર્ચ સંપૂર્ણ ફર્લો યોજના કરતા ઓછો થશે. આવી જ જર્મની, ઓસ્ટ્રિયા અને ફ્રાન્સે પણ બનાવી છે.
એમ્પ્લોયર નેશનલ ઇન્સ્યોરંશ કોન્ટ્રીબ્યુશન
બિઝનેસ જૂથો ઇચ્છે છે કે સરકાર કામદારોના રોજગાર ખર્ચમાં ઘટાડો કરે. એમ્પ્લોયર એનઆઈસી એકમાત્ર સૌથી મોટી પગાર સીવાયનો ખર્ચો છે. જો કોઇ વ્યક્તિ £7,888થી વધુની કમાણી કરે તો કંપનીએ તેના પર 13.8 ટકા લેખે એનઆઇ ભરવો પડે છે. સરેરાશ કમાણીના £24,00 ટેક્સ પેટે ભરવા પડે છે. સુનકને આ માટેનું થ્રેશહોલ્ડ વધારવા વિનંતી કરાઇ છે. જેથી એમ્પ્લોયર લોકોને નોકરી પર રાખવા માટે પ્રોત્સાહિત થાય છે.
બિઝનેસ રેટ
ચાન્સેલર ઉદ્યોગોને થતો ખર્ચ ઘટાડવા માટે અન્ય રીતો પર વિચારણા કરી શકે છે. તેમાંનુ એક છે બિઝનેસ રેટમાં ઘટાડો કરવાનો. જે હાલમાં કેટલાક રીટેઇલ, લેઝર અને હોસ્પિટાલીટી કંપનીઓને બિઝનેસ રેટમાં ઘટાડાનો લાભ આપવામાં આવી રહ્યો છે. સરકાર આગામી વસંત ઋતુમાં તેની સમીક્ષા પૂર્ણ કરવાની છે.
કિકસ્ટાર્ટ યોજનાની વિસ્તૃતી
આ યોજનામાં એમ્પલોયર 16થી 24 વર્ષના કામદારોને લઘુતમ વેતન પર છ મહિના માટે વર્ક પ્લેસમેન્ટ પર રાખી શકે છે. ટ્રેઝરીની કિકસ્ટાર્ટ જોબ યોજના માટે વધારાના £1 બિલીયનના ભંડોળની અને યોજનાને 25 વર્ષના યુવાનો સુધી લંબાવવા માંગ કરાઇ છે.
પબ્લિક સેક્ટરમાં ભરતી
ચૂંટણી સમયે બોરીસ જ્હોન્સને વધુ પોલીસ અધિકારીઓ, ડોકટરો, નર્સો અને શિક્ષકોની નિયુક્તિનું વચન આપ્યું હતું. ચાન્સેલરે બેકારીને રોકવા જાહેર ક્ષેત્રની નોકરીઓ માટે વધુ ભંડોળ આપનાર છે. ટીયુસીએ સરકારને આરોગ્ય, સોશ્યલ કેર, સ્થાનિક સરકાર, શિક્ષણ અને જાહેર વહીવટમાં 600,000 નવી જાહેર ક્ષેત્રની નોકરીઓ ઉભી કરવા વિનંતી કરી છે.
ગ્રીન જોબ ઉભી કરવી
સુનકે બ્રિટનના ઘરોને વધુ ઉર્જા-કાર્યક્ષમ બનાવવા અને £2 બિલીયનના “ગ્રીન હોમ્સ” ગ્રાન્ટની જાહેરાત કરી છે, જેનો હેતુ બાંધકામ ક્ષેત્રે નવી ગ્રીન જોબ ઉભી થશે. ટીયુસીએ સરકારને 1.24 મિલિયન નોકરીઓ ઉભી કરવાની સંભાવના સાથે ઓછામાં ઓછા £85 બિલીયનના ઇન્ફ્રાસ્ટ્રક્ચર રોકાણ માટે હાકલ કરી છે.