સંસ્થાકીય જાતિવાદના આરોપો બાબતે સર્જાયેલા આંતરિક સંઘર્ષ બાદ યુકેની સૌથી મોટી ચેરિટી સંસ્થા એક્શન એઇડના વડા હલીમા બેગમે ઓક્સફામ જીબીના વડા બનવા માટે ચાર મહિનામાં રાજીનામું આપ્યુ છે. તેમણે આ વર્ષે ઓગસ્ટમાં જ ચીફ એક્ઝિક્યુટિવ તરીકેનો કાર્યભાર સંભાળ્યો હતો.
એક્શનએઇડ યુકે છેલ્લાં બે વર્ષથી સંસ્થાકીય જાતિવાદના આરોપોને લઈને આંતરિક સંઘર્ષથી ઘેરાયેલું છે, જેમાં તેની પાસે ત્રણ ચીફ એક્ઝિક્યુટિવ અને ત્રણ ટ્રસ્ટીઓ છે. આ પહેલા ચેરવુમન ઓફ ટ્રસ્ટીઝ કેન્ડી ગુઆન્ટાઈએ રાજીનામુ આપ્યું હતું.
એક્શનએઇડની આવક ગયા વર્ષે £59 મિલિયનની હતી. ગયા વર્ષે તેણે લગભગ £40 મિલિયન સીધા જ જનતા પાસેથી એકત્ર કર્યા હતા, ડિઝાસ્ટર ઈમરજન્સી કમિટી પાસેથી £12 મિલિયનથી વધુ મેળવ્યા હતા અને યુકે સરકાર અને EU દ્વારા £3.8 મિલિયન આપવામાં આવ્યા હતા.
આ ચેરિટી એ આંતરરાષ્ટ્રીય ફેડરેશનનો એક ભાગ છે જે ગરીબી અને તકલીફમાં જીવતી મહિલાઓ અને છોકરીઓને મદદ કરવા પર ધ્યાન કેન્દ્રિત કરે છે. ActionAid ગાઝા, યુક્રેન અને અફઘાનિસ્તાન સહિત વિશ્વભરના કટોકટી ઝોનમાં સક્રિય છે.