Indian student dies after being hit by a truck in Toronto
પ્રતિકાત્મક તસવીર (istockphoto.com)

રાજકોટના કાલાવડ રોડ પર વાજડી ગામ પાસે મંગળવારે એસટી બસ અને કાર વચ્ચે ગમખ્વાર અકસ્માતમાં 4 મેડિકલ વિદ્યાર્થીઓનાં કમકમાટીભર્યાં મોત થયા હતા. આ અકસ્માતમાં કારનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો. આ તમામ ડોક્ટર્સ કારમાં ખીરસરા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં વિઝિટ પર ગયા હતા.

આ દુર્ઘટના સમયે કારમાં કુલ પાંચ લોકો સવાર હતા. જેમાંથી 3 લોકોનાં ઘટનાસ્થળે જ મોત નિપજ્યા હતા. જ્યારે 2 લોકોને ગંભીર ઈજાઓ પહોંચી હતી. કારનો અકસ્માત એટલો ભયાવહ હતો કે આ દ્રશ્યો જોનારા લોકોને કંપારી છૂટી ગઈ હતી. અને મૃતદેહ બહાર કાઢવા માટે જેસીબીની મદદ લેવામાં આવી હતી. અને જેસીબીની મદદથી કારનું પતરું કાપીને મૃતદેહોને બહાર કાઢવામાં આવ્યા હતા. આ અકસ્માતમાં પારૂલ યુનિવર્સિટી સંચાલિત રાજકોટના ગોંડલ રોડ પર આવેલી હોમિયોપેથી મેડિકલ કોલેજના સ્ટુડન્ટ હોવાનું સામે આવ્યું છે.