પ્રતિકાત્મક તસવીર (istockphoto)

ભારતની બજેટ એરલાઇન અકાસા એરે 150 બોઇંગ 737 MAX નેરોબોડી પ્લેનનો ઓર્ડર આપ્યો છે. કંપનીએ ભારત અને વિદેશના વધુ ડેસ્ટિનેશન માટે ફ્લાઇટ ચાલુ કરવાની યોજના બનાવી છે. બોઇંગ ડીલની વધુ વિગતો જાહેર કરાઈ નથી.

આ ઓર્ડરની જાહેરાત હૈદરાબાદમાં “વિંગ્સ ઇન્ડિયા” એર શોમાં કરવામાં આવી હતી. આ એર શોમાં પ્લેનમેકર્સ, એરલાઇન્સ અને સરકારી અધિકારીઓ સામેલ થયા હતા. અકાસાએર 737 MAX 10 અને MAX 8-200 માટે ઓર્ડર આપ્યો છે, અને તેમાં MAX 9 વર્ઝનનો સમાવેશ થતો નથી

તે હાલમાં 22 વિમાનોનો કાફલો ધરાવે છે અને આઠ વર્ષમાં કુલ 204 વિમાનોની ડિલિવરી પ્રાપ્ત કરશે. ભારત હવે વિશ્વનું સૌથી ઝડપથી વિકસતું ઉડ્ડયન બજાર છે, મુસાફરીની માંગ વિમાનોના પુરવઠાને વટાવી જાય છે, પરંતુ મોટાભાગનો આંતરરાષ્ટ્રીય ટ્રાફિક અમીરાત જેવી વૈશ્વિક કેરિયર્સે  કબજે કર્યો છે. નાગરિક ઉડ્ડયન પ્રધાન જ્યોતિરાદિત્ય સિંધિયાએ જણાવ્યું હતું કે તેઓ અપેક્ષા રાખે છે કે દેશના વિમાન કાફલાનું કદ હાલના લગભગ 700થી વધીને 2,000 સુધી પહોંચશે.

હાલમાં ઈન્ડિગો, એર ઈન્ડિયા અને અકાસા પાસે 1,500થી વધુ વિમાનોના ઓર્ડર પેન્ડિંગ છે. 2022માં ફ્લાઇટ સર્વિસ ચાલુ કર્યા પછીથી અકાસાએ 4% બજારહિસ્સો મેળવ્યો છે. ઈન્ડિગોનો પાસે 60 ટકા અને ટાટા ગ્રૂપની એરલાઇન્સ પાસે 26 ટકા બજારહિસ્સો છે.

અકાસા તેના આંતરરાષ્ટ્રીય વિસ્તરણના પ્રથમ તબક્કામાં સાઉદી અરેબિયા, કુવૈત અને કતાર જવાની યોજના ધરાવે છે

LEAVE A REPLY