એસેક્સ બિઝનેસ સ્કૂલ અને એડવાઇઝરી, કોન્સિલિએશન એન્ડ આર્બિટ્રેશન સર્વિસ (એકાસ)ના બ્રિટિશ એકેડેમી ખાતે લોન્ચ કરાયેલા નવા અહેવાલ મુજબ, સ્ટાફ રેસ નેટવર્ક્સ કામના સ્થળની અસમાનતાઓને સંબોધવા અને જાતિવાદ સામે લડવામાં મહત્વપૂર્ણ હોઈ શકે છે. આ પ્રસંગે રેસ નેટવર્ક લીડર્સ, ડાઇવર્સીટી અને ઇન્ક્લુઝનના નિષ્ણાતો અને ઝુંબેશના નેતાઓ સહિત રેસ ચેમ્પિયનોએ હાજરી આપી કામના સ્થળે જાતિ સમાનતા માટેની સ્થિતિ અંગે ચર્ચા કરી હતી.
ધ રિપોર્ટ: એડ્રેસિંગ ઇનેક્વાલીટીઝ: સ્ટાફ રેસ નેટવર્ક્સની ભૂમિકા, બતાવે છે કે ઓળખ-આધારિત નેટવર્ક્સ યોગ્ય રીતે સંચાલિત હોય તો કામના સ્થળે થતી ભરતી અને પ્રગતિમાં પ્રણાલીગત અવરોધોનો સામનો કરવા માટે એક મહત્વપૂર્ણ સાધન બની રહે છે. તેમની સફળતા સિનિયર મેનેજમેન્ટ સપોર્ટ, હેતુની સ્પષ્ટતા, પર્યાપ્ત રિસોર્સિંગ અને સ્ટાફની ભાગીદારી સહિત સંખ્યાબંધ પરિબળો પર આધારિત છે. આ સંશોધન એસેક્સ બિઝનેસ સ્કૂલના સંશોધકો દ્વારા હાથ ધરવામાં આવ્યું હતું જેમણે વિવિધ કંપનીઓ અને સંસ્થાઓમાં રેસ નેટવર્કનો ઊંડાણપૂર્વક અભ્યાસ કર્યો હતો. સંશોધકોએ સફળ નેટવર્ક્સ દ્વારા ઉપયોગમાં લેવાતી વ્યૂહરચનાઓ ઓળખી કેટલાક નિર્ણયો પણ લીધા હતા.
રિપોર્ટના મુખ્ય લેખક ડૉ. મારિયા હડસને જણાવ્યું હતું કે “અમે અમારા સંશોધનમાં શોધી કાઢેલા નેટવર્ક્સની ઘણી સફળતાઓની સાથે, અમે સંસાધનો સહિત તેમના ઉદ્દેશ્યોની સિદ્ધિ માટે સંખ્યાબંધ પડકારોને પણ ઓળખ્યા છે. જાતિવાદને પડકારવો એ દરેક વ્યક્તિની જવાબદારી છે, અને રેસ નેટવર્ક્સ સાથીઓની શ્રેણી સાથે સહયોગ કરી રહ્યાં છે.
એકાસના ડાઇવર્સીટી અને ઇન્ક્લુઝનના વડા જુલી ડેનિસે, જણાવ્યું હતું કે “અમારો અહેવાલ દર્શાવે છે કે કર્મચારીઓને કામ પર અસમાનતાઓને દૂર કરવા માટે જરૂરી આધાર પૂરો પાડવા માટે સ્ટાફ રેસ નેટવર્ક નિર્ણાયક બની શકે છે. અમારા સંશોધનમાં ભાગ લેનારા સહભાગીઓએ જાહેર કર્યું હતું કે જ્યોર્જ ફ્લોઇડની હત્યા અને બ્લેક લાઇવ્સ મેટર ચળવળ આ નેટવર્ક્સની રચના અથવા ફરીથી લોંચ કરવા માટે ઉત્પ્રેરક બની હતી.