અબુ ધાબી ખાતેના પ્રથમ બીએપીએસ હિન્દુ મંદિરનું નિર્માણ હિન્દુ શિલ્પ અને સ્થાનપથ્ય શાસ્ત્રોની પ્રાચીન શૈલીને આધારે કરવામાં આવ્યું હતું. મંદિરના નિર્માણમાં આર્કિટેક્ચરલ પદ્ધતિઓને વૈજ્ઞાનિક ટેકનોલોજી સાથે જોડવામાં આવી છે. તાપમાન, દબાણ અને સિસ્મિક એક્ટિવિટી માપવા માટે મંદિરના દરેક સ્તરે 300થી વધુ હાઇ-ટેક સેન્સર સ્થાપિત કરવામાં આવ્યા છે.
BAPSના આંતરરાષ્ટ્રીય સંબંધોના પૂજ્ય વડા સ્વામી બ્રહ્મવિહારીદાસે જણાવ્યું હતું કે આ સેન્સર રીસર્ચ માટે જીવંત ડેટા પ્રદાન કરશે. જો પ્રદેશમાં કોઈ ધરતીકંપ આવે, તો મંદિર તેને ડિટેક્ટ કરશે અને અમે અભ્યાસ કરી શકીશું.
મંદિરના નિર્માણમાં કોઈ ધાતુનો ઉપયોગ કરવામાં આવ્યો નથી અને ફાઉન્ડેશન ભરવા માટે ફ્લાય એશનો ઉપયોગ કરવામાં આવ્યો છે, જે કોંક્રિટ મિશ્રણમાં 55 ટકા સિમેન્ટને બદલીને મંદિરના કાર્બન ફૂટપ્રિન્ટને ઘટાડે છે.
મંદિરના કન્સ્ટ્રક્શન મેનેજર મધુસુદન પટેલે જણાવ્યું હતું કે, “અમે ગરમી-પ્રતિરોધક નેનો ટાઇલ્સ અને ભારે કાચની પેનલનો ઉપયોગ કર્યો છે. અહીં પરંપરાગત સૌંદર્યલક્ષી પથ્થરની શિલ્પકલાને આધુનિક સમયની કાર્યક્ષમતા સાથે મર્જ કરી છે. UAEમાં ઊંચા તાપમાનને ધ્યાનમાં રાખીને, ટાઇલ્સ મુલાકાતીઓ માટે ગરમ હવામાનમાં પણ ચાલવા માટે આરામદાયક રહેશે. મંદિરમાં નોન-ફેરસ સામગ્રીનો પણ ઉપયોગ કરવામાં આવ્યો છે.”
મંદિરના નિર્માણમાં 18 લાખ ઈંટો, સાત લાખ માનવ કલાકો અને રાજસ્થાનથી લાવવામાં આવેલા 1.8 લાખ ક્યુબિક મીટર રેતીના પત્થરોનો ઉપયોગ કરાયો છે. અબુ ધાબીનું પ્રથમ હિન્દુ મંદિર અયોધ્યામાં તાજેતરમાં ઉદ્ઘાટન કરાયેલા રામ મંદિરની જેમ જ સ્થાપત્યની નાગારા શૈલીમાં બનાવવામાં આવ્યું છે.
મંદિરના સ્વયંસેવક ઉમેશ રાજાના જણાવ્યા અનુસાર, રાજસ્થાનમાં 20,000 ટન રેતીના પત્થરના ટુકડાઓ કોતરવામાં આવ્યા હતા અને પછી 700 કન્ટેનરમાં અબુ ધાબી મોકલવામાં આવ્યા હતા. પાંચ વર્ષમાં મંદિરના નિર્માણમાં મદદ કરનારા ઘણા મજૂરો ગુજરાત અને રાજસ્થાનના હતા. ઇટાલીથી ખનન કરાયેલ માર્બલને પણ કોતરણી માટે પહેલા ભારતમાં મોકલવામાં આવ્યા હતા.અને પછી આંતરિક ભાગમાં ઉપયોગ કરવા માટે UAE પરત મોકલવામાં આવ્યો હતો, ”