Abhishek's reply to writer Taslima's tweet won everyone's hearts
(Photo by Kevin Winter/Getty Images for TIFF)

બાંગ્લાદેશી લેખિકા તસ્લીમા નસરીના એક ટ્વીટના અભિષેક બચ્ચને આપેલા જવાબ સૌના દિલ જીતી લીધા હતા. તસ્લીમાએ તાજેતરમાં એક ટ્વીટમાં કહ્યું હતું કે અભિષેક બચ્ચન તેના પિતા અમિતાભ બચ્ચન જેટલો ટેલેન્ટેડ નથી. આ ટ્વીટના જવાબમાં અભિષેકે કહ્યું હતું કે તસ્લીમાએ જે પણ કહ્યું તે એકદમ સાચું છે, કારણ કે ટેલેન્ટ કે અન્ય કોઈ પણ બાબતમાં તેના પિતાની આસપાસ કોઈ નથી. તે બેસ્ટ છે અને બેસ્ટ જ રહેશે. અભિષેકના આ મેચ્યોર રિપ્લાયની સોશિયલ મીડિયા યુઝર્સે પ્રશંસા કરી હતી. યુઝર્સે કહ્યું હતું કે અભિષેક ભલે પોતાના પિતા જેવો ના હોય, પરંતુ તેનું કામ બોલિવૂડના અન્ય એક્ટર્સ કરતાં સારું છે.

તસ્લીમા નસરીને જણાવ્યું હતું કે ‘અમિતાભ બચ્ચનજી પોતાના દીકરા અભિષેકને એટલો પ્રેમ કરે છે કે તેમને લાગે છે કે તેમના દીકરાને તેમની તમામ ટેલેન્ટ વારસામાં મળી છે અને તે સૌથી બેસ્ટ છે. અભિષેક ઠીક છે, પરંતુ અમિતજી જેટલી ટેલેન્ટ તેનામાં નથી.’

અભિષેકે ધૂમ સિરીઝ, બંટી ઔર બબલી, સરકાર સિરીઝ, દોસ્તાના, બોલ બચ્ચન અને બ્લફમાસ્ટર!ના રૂપમાં બોક્સ ઓફિસ પર હિટ ફિલ્મો આપી હતી. અભિનેતાએ ગુરુ, યુવા, દિલ્હી-6, કભી અલવિદા ના કહેના અને રાષ્ટ્રીય પુરસ્કાર વિજેતા ફિલ્મ પા જેવી ફિલ્મોમાં તેના અભિનય માટે ફિલ્મ વિવેચકો પાસેથી પ્રશંસા મેળવવામાં સમાન રીતે માહેર હતો.

LEAVE A REPLY