અત્યારે ઓટીટી પ્લેટફોર્મ પર ધ્યાન કેન્દ્રિત કરી રહેલા અભિષેક બચ્ચન છેલ્લે ફિલ્મ ધ બિગ બુલમાં જોવા મળ્યો હતો.આ ફિલ્મ આ વર્ષે એપ્રિલમાં પ્રદર્શિત થઇ હતી. હવે તેણે એક તમિલ ફિલ્મની હિન્દી રિમેકમાં કામ કરી રહ્યો હોવાનું જાણવા મળે છે. તે તમિલ ફિલ્મ ઓથા સેરપ્પુ સાઇઝ 7ની હિન્દી રીમેકમાં કામ કરી રહ્યો છે. આ ફિલ્મનું શૂટિંગ ચેન્નઇમાં શરૂ થયું છે. સૂત્રોના જણાવ્યા અનુસાર અભિષેક આ ફિલ્મની સ્ટોરીથી ખૂબ જ પ્રભાવિત થયો હતો. આ વાર્તા એક એવા વ્યક્તિની આસપાસ ફરે છે, જેના પર એક હત્યા માટે શંકા જાય છે અને તેની પૂછપરછ થાય છે.
આ ફિલ્મ 2019માં તમિલમાં રિલીઝ થઇ હતી અને સુપરહિટ થઇ હતી. આ ફિલ્મને બે નેશનલ એવોર્ડ પણ મળ્યા હતા. ફિલ્મનું શૂટિંગ મુંબઇ અને ચેન્નઇમાં શરૂ થઇ ગયું છે. આ ફિલ્મના લોકેશન પર ક્રુ મેમ્બર્સને ફોન લઇ જવાની મંજૂરી નથી. કહેવાય છે કે આ મુંબઇમાં આ ફિલ્મના શૂટિંગ દરમિયાન જ અભિષેકને ઇજા થઇ હતી.