વિવિધ બિઝનેસ ક્ષેત્રે સફળતા મેળવનાર અગ્રણીઓનું તા. 23ના રોજ સેન્ટ્રલ લંડનના વેસ્ટમિન્સ્ટર બ્રિજ પાર્ક પ્લાઝા ખાતે  યોજાયેલા એશિયન બિઝનેસ એવોર્ડ્સ સમારોહમાં સન્માન કરાયું હતું. મુખ્ય અતિથિ તરીકે ડચી ઓફ લેન્કાસ્ટરના ચાન્સેલર, ઓલિવર ડાઉડેન ઉપસ્થિત રહ્યા હતા. તો બ્રિટનના 101 સૌથી ધનાઢ્ય એશિયનોને દર્શાવતા એશિયન રિચ લિસ્ટ – 2022નું અનાવરણ લંડનના મેયર સાદિક ખાને કર્યું હતું. યુગાન્ડન એશિયનોની હકાલપટ્ટીની 50મી વર્ષગાંઠ નિમિત્તે આ સમારોહમાં એશિયન સમુદાયના મુખ્ય અગ્રણી પરમ પૂજ્ય રામબાપા, ફાર્મસી બિઝનેસમેન ડૉ. નિક કોટેચા અને ટ્રેડ એન્વોય લોર્ડ ડૉલર પોપટ સહિત અન્ય ત્રણ યુગાન્ડન એશિયનોને પર્લ ઑફ યુગાન્ડા પુરસ્કારો એનાયત કરાયા હતા.

એશિયન મીડિયા ગ્રુપના વિખ્યાત સાપ્તાહિકો ઈસ્ટર્ન આઈ અને ગરવી ગુજરાતના પ્રકાશકો દ્વારા ઇન્ડોરામાના શ્રી પ્રકાશ લોહિયા; ઈન્ટિગ્રિટી ઈન્ટરનેશનલ ગ્રૂપના ટોની મથારુ, હોટેલિયર કૂલેશ શાહ, લાયકા હેલ્થના પ્રેમા સુભાષકરણ, સૉલ ફૂડ્સ ગ્રુપના સીઈઓ અલી જાનમોહમ્મદ, ટાટા કન્ઝ્યુમર પ્રોડક્ટ્સના ઈન્ટરનેશનલ બિઝનેસના પ્રેસિડેન્ટ ગેરી એકલ્સ અને અન્યોનું બહુમાન કરાયું હતું. એમજી ગૃપના સહસ્થાપક સ્વ. પાર્વતીબેન સોલંકીને શ્રદ્ધાંજલિ અપાઇ હતી.

વેસ્ટકમ્બ ગ્રૂપના સ્થાપક વ્રજ પાનખણીયા અને તેમના પુત્રો કમલ અને સુનિલે તેમની પ્રોપર્ટી ડેવલપમેન્ટ કંપનીને કેવી રીતે આગળ વધારી તે અંગેની પેનલ ચર્ચામાં તો ફેન્ચર્ચ એડવાઈઝરીના સીઈઓ મલિક કરીમ; યુગાન્ડન એમ્બેસેડર ડૉ. મુમતાઝ કાસમ અને રેન્ડલ ચેરિટેબલ ફાઉન્ડેશનના ડૉ. નિકેશ કોટેચા, OBE, DLએ યુગાન્ડન એશિયનોના અનુભવો પરની પેનલ ચર્ચામાં ભાગ લીધો હતો.

LEAVE A REPLY