ગુજરાત વિધાનસભા ચૂંટણી પરાજય પછી આમ આદમી પાર્ટી (AAP)એ હવે પક્ષના સંગઠનમાં મોટા ફેરફાર કરીને ઈસુદાન ગઢવીને પ્રદેશ અધ્યક્ષ બનાવ્યા છે. ગુજરાત ચૂંટણીમાં ઈસુદાનને પક્ષ તરફથી મુખ્યપ્રધાન પદના ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા હતા. વર્તમાન અધ્યક્ષ ગોપાલ ઈટાલિયાને રાષ્ટ્રીય ટીમમાં સ્થાન આપી મહારાષ્ટ્રની જવાબદારી આપી છે.
ગોપાલ ઈટાલિયા નેશનલ જોઈન્ટ સેક્રેટરી પણ બનાવ્યા છે. ઈસુદાન ગુજરાત વિધાનસભા ચૂંટણીઓમાં પાર્ટીનો મુખ્યો ચહેરો હતા, જોકે તેઓ દ્વારકાની ખંભાળીયા બેઠક પરથી ચૂંટણી હારી ગયા હતા. વિધાનસભા ચૂંટણીમાં ભાજપને મોટી જીત મળી હતી, અલબત કેટલાક સમયથી એવી અટકળો વહેતી થઈ હતી કે AAPના સંગઠનને લઈ વ્યાપક પ્રમાણમાં ફેરફાર થઈ શકે છે. ઉલ્લેખનીય છે કે ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં પાર્ટીને પાંચ બેઠક મળી હતી, જ્યારે ભાજપે 156 બેઠક સાથે ભવ્ય જીત હાંસલ કરી હતી. જોકે કોંગ્રેસ ફક્ત 17 બેઠક પર જ સફળ રહી શકી હતી.