આમ આદમી પાર્ટીએ સંજય સિંહના સ્થાને તેના સાંસદ રાઘવ ચઢ્ઢાને રાજ્યસભામાં પાર્ટીના નેતા તરીકે નિયુક્ત કર્યા છે. રાજ્યસભાના અધ્યક્ષને લખેલા પત્રમાં AAP પાર્ટીના નેતૃત્વએ કહ્યું હતું કે આરોગ્ય સંબંધિત મુદ્દાને કારણે સંજય સિંહની ગેરહાજરીમાં રાઘવ ચઢ્ઢા હવેથી ઉપલા ગૃહમાં પાર્ટીના નેતા હશે.
AAP સાંસદ સંજય સિંહ હાલમાં દિલ્હી શરાબ પોલિસી કેસમાં જેલના સળિયા પાછળ છે. રાજ્યસભા સચિવાલયના સૂત્રોએ પુષ્ટિ કરી કે AAP તરફથી ચઢ્ઢાને તેના ફ્લોર લીડર તરીકે નિયુક્ત કરવા અંગેનો પત્ર મળ્યો છે. ચઢ્ઢા રાજ્યસભાના સૌથી યુવા સભ્યોમાં સ્થાન ધરાવે છે. હાલમાં ઉપલા ગૃહમાં AAPના કુલ 10 સાંસદો છે. ભાજપ, કોંગ્રેસ અને ટીએમસી પછી AAP રાજ્યસભામાં ચોથા નંબરે સૌથી વધુ સંખ્યાબળ ધરાવે છે.