AAP comes to power after defeating BJP in Delhi Municipal Corporation elections
(ANI Photo/ Rahul Singh)

દિલ્હીમાં મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીમાં 15 વર્ષથી સત્તા પર રહેલા ભાજપને હરાવીને આમ આદમી પાર્ટીએ સત્તા હાંસલ કરી હતી. મ્યુનિસિપલ કોર્પોરેશનની કુલ 250 બેઠકોમાં આમ આદમી પાર્ટીને 134 બેઠકો પર વિજય મેળવ્યો હતો, જ્યારે 104 બેઠકો મળી હતી. આ ચૂંટણીમાં પણ કોંગ્રેસનો નિરાશાજનક દેખાવ ચાલુ રહ્યો હતો અને તેને માત્ર નવ બેઠકો મળી હતી.

બુધવારે સવારે 8 વાગ્યે કડક સુરક્ષા વચ્ચે મતગણતરી શરૂ થઈ હતી.. દિલ્હીમાં 4 ડિસેમ્બરે યોજાયેલી ચૂંટણીમાં 50.48 ટકા મતદાન નોંધાયું હતું. લગભગ તમામ એક્ઝિટ પોલમાં આમ આદમી પાર્ટીને સ્પષ્ટ બહુમતી મળશે તેવો વર્તારો કરવામાં આવ્યો છે. દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશન (MCD)માં 250 વોર્ડ છે અને આ ચૂંટણીમાં 1349 ઉમેદવારો મેદાનમાં હતા. મહાનગરપાલિકાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટી (AAP) અને ભાજપ વચ્ચે મુકાબલો હતો.
ઉલ્લેખનીય છે કે, દિલ્હી એમસીડીમાં ૨૦૦૭થી ભાજપનું શાસન છે. ૨૦૧૭માં તેને દિલ્હી એમસીડીના ૨૭૦માંથી ૧૮૧ વોર્ડમાં સફળતા મેળવી હતી. આપ અને ભાજપ બંનેએ તમામ ૨૫૦ વોર્ડમાં ઉમેદવાર ઊભા રાખ્યા હતા. જ્યારે કોંગ્રેસે ૨૪૭ વોર્ડમાં ટક્કર આપી હતી. અરવિંદ કેજરીવાલે ફરી સાબિત કરી આપ્યું છે કે દિલ્હીમાં તેમની પકડ મજબૂત છે. ભાજપ અને કોંગ્રેસ જેવા રાષ્ટ્રીય પક્ષો પણ અહીંની સ્થાનિક ચૂંટણીમાં આપને પછાડી શક્યા નથી.

LEAVE A REPLY