ભારતના નાગરિક ઉડ્ડયન ક્ષેત્રમાં આગામી મહિનાથી વધુ એક નવી એરલાઈન કંપની એન્ટ્રી લેવા જઈ રહી છે. શેરબજારના જાણીતા રોકાણકાર રાકેશ ઝુનઝુનવાલાના રોકાણવાળી આકાશા એર કંપનીની પહેલી ફ્લાઈટ જુલાઈ મહિનામાં ઉડાન ભરે તેવી સંભાવના છે.
કંપનીને તેના પહેલા એરક્રાફ્ટની ડિલિવરી મળી ગઈ છે. આકાશા એર કંપનીએ બોઈંગ કંપનીને 737 મેક્સ પ્રકારના 72 વિમાનોનો ઓર્ડર આપ્યો છે. આ પૈકી પહેલુ વિમાન ભારત આવી પહોંચ્યુ હતું. આમ આકાશા એર હવે એર ઓપરેટર પરમિટ મેળવવાની નજીક પહોંચી ગઈ છે. કંપનીનું કહેવું છે કે, પહેલુ એરક્રાફ્ટ સમય પહેલા જ ભારત આવી ગયુ છે અને ભારતીય એવિએશન સેક્ટરમાં અમે દેશની સૌથી વિશ્વસનિય અને સસ્તી સેવા પુરી પાડવા માટે કટિબધ્ધ છે. ભારત દુનિયાની સૌથી ઝડપથી વિકસતી ઈકોનોમી પૈકી એક છે. કંપની જુલાઈ મહિનાથી ફ્લાઈટ શરૂ કરવા માટેની યોજના બનાવી રહી છે. કંપનીને ક્યૂપી કોડ આપવામાં આવ્યો છે.