ફ્લોરિડાના નવા કોવિડ-19 રેગ્યુલેશન્સના પરિણામે ફિઝિકલ કન્વેન્શન રદ કરાયું
ફ્લોરિડાના કોવિડ-19 પેન્ડેમિક રેગ્યુલેશન્સના પ્રતિભાવ સ્વરૂપે, આહોઆનું 2020નું કન્વેન્શન તથા ટ્રેડ શો સભ્યોની વ્યક્તિગત રૂબરૂ ઉપસ્થિતિના બદલે વર્ચ્યુઅલ રહેશે. આ વર્ષે સમરમાં કોવિડ-19 પેન્ડેમિકના કારણે એક મહત્ત્વની હોસ્પિટાલિટી કોન્ફરન્સ માટે રદ કરવાનું કે તેના ફોર્મેટ ચેન્જનું તાજા ઉદાહરણ છે.
ફ્લોરિડાના આરોગ્ય વિભાગે 20 જુનના રોજ તેની નવી માર્ગદર્શિકાની જાહેરાત કર્યા પછી આહોઆ દ્વારા મંગળવારે (23 જુન) ફોર્મેટમાં ફેરફારની આ જાહેરાત કરાઈ હતી. અસલ કાર્યક્રમ મુજબ એપ્રિલમાં યોજાવાનું હતું તે કન્વેન્શન ઓગસ્ટમાં યોજવાનો નિર્ણય એકવાર તો લેવાઈ ચૂક્યો હતો. તે કાર્યક્રમ મુજબ કન્વેન્શન ઓર્લાન્ડો, ફ્લોરિડામાં યોજાનારૂં હતું.
આહોઆના પ્રેસિડેન્ટ અને સીઈઓ સેસિલ સ્ટેટને આ જાહેરાત કરતાં જણાવ્યું હતું કે, અમે ઓગસ્ટમાં કન્વેન્શન યોજી શકાશે તે માટે આશાવાદી હતા. પણ કમનસીબે, ફ્લોરિડામાં કોવિડ-19ના નવા કેસીઝમાં તાજેતરમાં થયેલા વધારાના કારણે વાઈરસનો ફેલાવો અટકાવવા માટે રાજ્યના જાહેર આરોગ્ય અધિકારીઓએ વધુ કડક પગલાં લેવાની ભલામણ કરવી પડી અને તેમાં જાહેર સમારંભોમાં હાજરી આપનારા લોકોની સભ્ય સંખ્યાની મર્યાદા સહિતની માર્ગદર્શિકાઓનો પણ સમાવેશ થાય છે.
કીનોટ પ્રેઝન્ટેશન્સ, પેનલ્સ, લીડરશિપ સ્પીચીઝના વર્ચ્યુઅલ પ્રેઝન્ટેશન તથા એસોસિએશનના બોર્ડ ઓફ ડાયરેકટર્સ અને સેક્રેટરીના ઈલેકશન્સની વિગતો તૈયાર કરવાની બાકી છે. જાગૃતિ પાનવાલાના અનુગામી તરીકે બિરેન પટેલે ગયા સપ્તાહે ચેરમેનનું પદ સંભાળી લીધું છે.
મને આપણા સભ્યો તેમજ ઈન્ડસ્ટ્રી અને વેન્ડર પાર્ટનર્સને રૂબરૂમાં નહીં મળી શકવાની ખોટ સાલશે, પણ મને વિશ્વાસ છે કે, આહોઆએ આપણા એસોસિએશન અને આપણા સભ્યો માટે સૌથી વધુ સલામત તથા સૌથી વધુ જવાબદારીભર્યો નિર્ણય લીધો છે, એમ બિરેન પટેલે જણાવ્યું હતું.
આપણા મેમ્બર્સ તેમજ વેન્ડર પાર્ટનર્સે આ વર્ષના કન્વેન્શન માટે જબરજસ્ત ઉત્સાહ દાખવ્યો હતો અને હજ્જારોની સંખ્યામાં તેઓ ઓર્લાન્ડોના કન્વેન્શનમાં હાજરી આપવાના હતા. આપણે બધા રૂબરૂમાં સાથે મળી શકીશું નહીં તે કમનસીબી છે, પણ મને વિશ્વાસ છે કે, આહોઆ આપણા કન્વેન્શનના મોટા ભાગના મૂલ્ય તેમજ આતુરતા, આનંદ અને ઉત્સાહ આપણા સભ્યોને એ વર્ચ્યુઅલ ચેનલ્સ દ્વારા ડીલિવર કરી શકશે, જેનાથી આપણે સૌ છેલ્લા કેટલાક મહિનાઓમાં વધુ પરિચિત થયા છીએ.
બિરેન પટેલે જણાવ્યું હતું કે તેઓ અને એસોસિએશન પણ એવી આશા ધરાવે છે કે, આવતા વર્ષે ડલાસમાં યોજાનારૂં કન્વેન્શન તો હંમેશાની જેમ સભ્યોની સદેહે ઉપસ્થિતિ સાથેનું રહેશે. ગયા સપ્તાહે, એસટીઆર દ્વારા એવી જાહેરાત કરાઈ હતી કે હોટલ ડેટા કોન્ફરન્સ નેશવિલે, ટેનેસ્સીમાં 13મી ઓગસ્ટના રોજ યોજાશે, પણ તેમાં રૂબરૂમાં ઉપસ્થિત રહેનારાઓની સંખ્યા ખૂબજ મર્યાદિત રહેશે. મોટા ભાગનું કન્વેન્શન ઓનલાઈન ઉપલબ્ધ રહેશે, જ્યારે જેડબ્લ્યુ મેરિઅટ નેશવિલે ખાતે રૂબરૂમાં ઉપસ્થિત રહેનારા સભ્યોની સંખ્યા ફક્ત 150ની રહેશે.