નાણાકીય સેવાઓ પૂરી પાડતી અગ્રણી બેંક – ક્રેડિટ સ્યુઇસમાંથી આ વર્ષના પ્રથમ ત્રણ મહિનામાં બિલિયન્સમાં નાણા ઉપાડવામાં આવ્યાનું સોમવારે બેંકના આવકના એક રીપોર્ટમાં દર્શાવવામાં આવ્યું હતું.
આ ઉપરાંત રીપોર્ટમાં UBS દ્વારા સંકટના સમયે તેને ખરીદવાની તૈયારી વખતે ભવિષ્યમાં મોટા પડકારોનો સંકેત આપવામાં આવ્યો છે. સ્વિટ્ઝર્લૅન્ડની બીજી સૌથી મોટી બેંકમાંથી પ્રથમ ત્રિમાસિક ગાળામાં જ એકલા 68.6 બિલિયન ડોલર ઉપાડી લેવાયા હતા. બેંકના સત્તાધિશોએ સોમવારે જણાવ્યું હતું કે તેના મોટા સ્થાનિક હરીફ, યુબીએસ દ્વારા તેની ખરીદી અગાઉનો આ તેનો અંતિમ ત્રિમાસિક રીપોર્ટ છે.
આ મોટા સોદામાં તેનું ઉચ્ચ જોખમી દેવુ રદ્ થયા પછી, બેંકે ત્રિમાસિકગાળા માટે ભ્રામક ચોખ્ખા નફાની પણ નોંધ કરી હતી, પરંતુ ભવિષ્યના “નોંધપાત્ર” નુકસાનની ચેતવણી પણ આપી હતી. રોકાણકારો આતુરતાપૂર્વક બેંકના ત્રિમાસિક પરિણામોની રાહ જોઈ રહ્યા હતા, કારણ કે તેઓ સ્વિત્ઝર્લેન્ડની સૌથી મોટી બેંક, યુબીએસ સામેના પડકારોને ઓળખવા મથતા હતા.
