ઉત્તર પ્રદેશના ઓરૈયામાં શનિવાર વહેલી સવારે માર્ગ અકસ્માત સર્જાયો હતો, જેમા 24 મજૂરોના મોત થયા છે. મજૂર ભરેલી ટ્રકે બીજી ટ્રકને ટક્કર મારી દીધી હતી. પોલીસના જણાવ્યા મુજબ મજૂરો ચૂનાથી ભરેલી ટ્રકમાં સવાર હતા.
ચિરુહલી વિસ્તારમાં ઉભેલી અન્ય ટ્રક સાથે આ ટ્રક અથડાઈ હતી. વડાપ્રધાન મોદીએ આ બનાવ અંગે દુ:ખ વ્યક્ત કર્યું છે.બનાવ ઓરૈયા પાસે ચિરહલી વિસ્તારમાં એક ઢાબા પાસે બન્યા હતો.
પોલીસના જણાવ્યા મુજબ બન્ને ટ્રકમાં મજૂર સવાર હતા. દિલ્હીથી આવેલી ટ્રક ઢાબા પાસે રોકાયો હતો. અમુક લોકો ચા પીવા નીચે ઉતર્યા હતા. ત્યારે રાજસ્થાનથી આવતી ટ્રકે ટક્કર મારી હતી.
તેમા ચૂનો ભર્યો હતો અને તેમા 30 મજૂરો બેઠા હતા. જે લોક ચા પીવા નીચે ઉતર્યા હતા તે બચી ગયા. નજરે જોનારના કહ્યા મુજબ રાજસ્થાનથી આવી રહેલી ટ્રકના ડ્રાઈવરને જોકુ આવી ગયું હતું.
બન્ને ટ્રકની ટક્કર પછી ચૂનાની થેલીઓ નીચે મજૂર દટાયા હતા.મરનારમાં 15 લોકોની ઓળખ થઈ ગઈ છે. તેમા સૌથી વધારે સાત મજૂરો ઝારખંડના છે. પશ્ચિમ બંગાળના 4 મજૂર હતા. આ ઉપરાંત બિહાર અને ઉત્તર પ્રદેશના બે બે મજૂર હતા. બાકીના મરનાર લોકોની ઓળખ થઈ રહી છે.
ઓરૈયાના ડીએમ અભિષેક સિંહના કહ્યા મુજબ અકસ્માત વહેલી સવારે 3.30 વાગ્યે થયો હતો. જેમા 24 લોકોના મોત થયા છે અને 20 ઘાયલ થયા છે. મોટાભાગના બિહાર, ઝારખંડ અને પશ્ચિમ બંગાળના રહેવાસી છે. અકસ્માતમાં ઘાયલ એક વ્યક્તિએ જણાવ્યું હતું કે ટ્રકમાં 40 લોકો સવાર હતા.