(Photo by SACHIN KUMAR/AFP via Getty Images)

બિહારના સંસદીય બાબતોના પ્રધાન વિજય કુમાર ચૌધરીએ મંગળવારે વિધાનસભામાં રજૂ કરેલા જ્ઞાતિ સરવેમાં કેટલાંક ચોંકાવનારા તારણો બહાર આવ્યા હતા. આ રીપોર્ટ મુજબ  બિહારના ત્રીજા ભાગના લોકોની દૈનિક આવક રૂ.200 કે તેનાથી ઓછી છે. આટલી જ આવકમાં ગુજરાન ચલાવતા એસટી અને એસસી પરિવારનું પ્રમાણ આશરે 43 ટકા છે. 50 લાખથી વધુ લોકો આજીવિકા માટે રાજ્યની બહાર રહે છે. રાજકીય પ્રભાવશાળી 35%થી વધુ યાદવોની માસિક આવક રૂ.6000 છે. ઉચ્ચ જ્ઞાતિના પણ  25 ટકા લોકો ગરીબીમાં જીવે છે. માત્ર નવ ટકા લોકોની માસિક આવક રૂ.50,000થી વધુ છે.

રાજ્યમાં લગભગ 2.97 કરોડ પરિવારોમાંથી 94 લાખ (34.13 ટકા) કરતાં વધુ લોકો 6,000 રૂપિયા અથવા તેનાથી ઓછી મહિનાની આવક પર જીવે છે. અહેવાલમાં જણાવ્યા અનુસાર અહેવાલ દર્શાવે છે કે 25 ટકાથી વધુ ઉચ્ચ જાતિઓ દર મહિને રૂ.6000 અથવા તેનાથી ઓછી કમાણી કરે છે. રિપોર્ટમાં અન્ય મહત્વના તારણો પણ બહાર આવ્યા છે જેમ કે બિહારના 50 લાખથી વધુ લોકો આજીવિકા અથવા વધુ સારા શિક્ષણ માટે રાજ્યની બહાર રહે છે. સૌથી વધુ સંપન્ન હિંદુ ઉચ્ચ જ્ઞાતિઓમાં આવતા કાયસ્થ સમાજના આશરે 13.83 ટકા પરિવારો રૂ.6000થી વધુ ઓછી આવક ધરાવે છે.

અહેવાલમાં જણાવાયું છે કે તેમની રાજકીય પ્રભાવમાં વધારો થયો હોવા છતાં હોવા છતાં, 35 ટકાથી વધુ યાદવોની માસિક આવક 6000 રૂપિયા છે. કુર્મી સમુદાયના આશરે 30 ટકા લોકોની આવક પણ આટલી જ છે. મુખ્યપ્રધાન નીતિશ કુમાર પોતે કુર્મી છે.

અહેવાલમાં જણાવાયું છે કે OBCનું પ્રમાણ 27.13 ટકા અને અત્યંત પછાત વર્ગ (EBC)ના પેટા-જૂથમાં આવતા લોકોનું પ્રમાણ 36 ટકા ટકા છે, જે રાજ્યની કુલ 13.07 કરોડની વસ્તીમાં આશરે 63 ટકા છે. રાજ્યમાં SC અને STનું કુલ પ્રમાણ આશરે  21 ટકા છે. આમ રાજયોમાં ઓબીસી અને ઇસીબીની કુલ વસ્તી 60 ટકાથી વધુ છે, જ્યારે ઉચ્ચ વર્ગના લોકોનું પ્રમાણ આશરે 10 ટકા છે.

બિહારમાં મુસ્લિમોની વસ્તી આશરે 17 ટકા છે. સરવેમાં મુસ્લિમોની જ્ઞાતિ વિભાજન કરાયું છે. મુસ્લિમોમાં 17.61 ટકા સૈયદ સમુદાયના પરિવારો દર મહિને 6000 રૂપિયા અથવા તેનાથી ઓછા કમાય છે. મુસ્લિમ ઉચ્ચ જાતિઓમાં શેખ, પઠાણો અને સૈયદનો સમાવેશ થાય છે. શેખ જાતિના 39,595 લોકો પાસે સરકારી નોકરીઓ છે, જે તેમની વસ્તીના 0.79% થાય છે. પઠાણો જાતિના 10,517 લોકો પાસે સરકારી નોકરીઓ છે, જે કુલ વસ્તીના 1.07% થાય છે.

LEAVE A REPLY