અમેરિકામાં 2024માં યોજાનારી પ્રેસિડન્ટની ચૂંટણીમાં ભારતીય મૂળના એન્જિનિયર હર્ષવર્ધન સિંહે પણ ઉમેદવારી કરવાની જાહેરાત કરી હતી. અગાઉ ભારતીય મૂળના નિક્કી હેલી અને વિવેક રામસ્વામીએ પણ રિપબ્લિકશન પક્ષ તરફથી પ્રેસિડન્ટની રેસમાં ઝુકાવ્યું હતું. આમ વ્હાઇટ હાઉસની રેસમાં હર્ષવર્ધન સિંહે ભારતીય મૂળના ત્રીજા સ્પર્ધક બન્યાં છે.
ટ્વિટર પર પોસ્ટ કરેલા 3 મિનિટના એક વીડિયો સંદેશમાં 38 વર્ષીય સિંહે જણાવ્યું હતું કે તેઓ આજીવન રિપબ્લિકન અને “અમેરિકા ફર્સ્ટ”ની નીતિમાં માનતા રૂઢિચુસ્ત સભ્ય છે. તેમણે ન્યુ જર્સી રિપબ્લિકન પાર્ટીની રૂઢિચુસ્ત પાંખને પુનઃસ્થાપિત કરવા માટે કામગીરી કરી છે. છેલ્લાં કેટલાંક વર્ષોમાં થયેલા ફેરફારોને ઉલટાવી દેવા અને અમેરિકન મૂલ્યોને પુનઃસ્થાપિત કરવા માટે આપણને મજબૂત નેતૃત્વની જરૂર છે. તેથી જ મેં અમેરિકામાં પ્રમુખ પદ માટે 2024ની ચૂંટણી માટે રિપબ્લિકન પાર્ટીનું નોમિનેશન મેળવવાનું નક્કી કર્યું છે. તેમણે ગુરુવારે સત્તાવાર રીતે ફેડરલ ચૂંટણી કમિશન સમક્ષ તેમની ઉમેદવારી નોંધાવી હતી.
હર્ષ વર્ધન સિંહ પહેલા આ વર્ષની શરૂઆતમાં દક્ષિણ કેરોલિનાના ભૂતપૂર્વ ગવર્નર હેલી અને કરોડપતિ ઉદ્યોગસાહસિક રામાસ્વામીએ આ વર્ષની શરૂઆતમાં યુએસના ટોચના પદ માટે રિપબ્લિકન પાર્ટી તરફથી તેમની ઉમેદવારીની જાહેરાત કરી હતી. તેઓ રિપબ્લિકશન પાર્ટી તરફથી પ્રેસિડન્ટના ઉમેદવાર બનવા માટે ભૂતપૂર્વ પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ સામે સ્પર્ધા કરશે. ટ્રમ્પ હાલમાં કાનૂની પડકારોનો સામનો કરી રહ્યાં હોવા છતાં રિપબ્લિકશન પાર્ટી તરફથી ઉમેદવાર બનવાની રેસમાં અગ્રેસર છે.
રિપબ્લિકન પાર્ટીનુ રાષ્ટ્રીય અધિશન વિસ્કોન્સિનના મિલવોકી ખાતે 15-18 જુલાઈ 2024એ યોજાશે. આ અધિવેશનમાં પક્ષના પ્રેસિડન્ટ પદના ઉમેદવારની પસંદગી કરાશે. હર્ષવર્ધન સિંહ 2017 અને 2021માં ન્યૂજર્સીના ગવર્નર માટે રિપબ્લિકશન પાર્ટીના ઉમેદવાર બનવાનો નિષ્ફળ પ્રયાસ કર્યો હતો.
સિંઘે પોતાને “માત્ર શુદ્ધ રક્ત ઉમેદવાર” પણ કહ્યા કારણ કે તેણે “કોવિડ રસીકરણમાં ક્યારેય હાર માની ન હતી.” તેઓ 2017 અને 2021માં ન્યુ જર્સીના ગવર્નર માટે રિપબ્લિકન પ્રાઈમરીમાં, 2018માં હાઉસ સીટ માટે અને 2020માં સેનેટ માટે ચૂંટણી લડ્યા હતા પરંતુ રિપબ્લિકન પાર્ટીનું નોમિનેશન જીતવામાં તેઓ અસફળ રહ્યા હતા, એમ અહેવાલમાં જણાવાયું છે.