ઐતિહાસિક રાજદંડ 'સેંગોલ', 28મે, 2023ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ઉદ્ઘાટન કરશે ત્યારે નવા સંસદ ભવનમાં મૂકવામાં આવશે. આ રાજદંડનો ઉપયોગ 14 ઓગસ્ટ, 1947ના રોજ પીએમ નેહરુ દ્વારા કરવામાં આવ્યો હતો જ્યારે બ્રિટિશરો પાસેથી સત્તાનું હસ્તાંતરણ થયું હતું. તેને તમિલમાં સેંગોલ કહેવામાં આવે છે, આ શબ્દનો અર્થ સંપત્તિથી ભરપૂર છે. (ANI Photo)

ઐતિહાસિક રાજદંડ ‘સેંગોલ’, 28મે, 2023ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ઉદ્ઘાટન કરશે ત્યારે નવા સંસદ ભવનમાં મૂકવામાં આવશે. આ રાજદંડનો ઉપયોગ 14 ઓગસ્ટ, 1947ના રોજ પીએમ નેહરુ દ્વારા કરવામાં આવ્યો હતો જ્યારે બ્રિટિશરો પાસેથી સત્તાનું હસ્તાંતરણ થયું હતું. તેને તમિલમાં સેંગોલ કહેવામાં આવે છે, આ શબ્દનો અર્થ સંપત્તિથી ભરપૂર છે. નવા સંસદ ભવનમાં સ્પીકરની ખુરશી પાસે સેંગોલ સ્થાપિત કરવામાં આવશે. અંગ્રેજોએ દેશના પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નહેરુને સત્તાના હસ્તાંતરણનું પ્રતિનિધિત્વ કરવા માટે આ રાજદંડ આપ્યો હતો અને અલ્હાબાદમાં એક સંગ્રહાલયમાં રાખવામાં આવ્યો હતો.

નવી દિલ્હીમાં  કોન્ફરન્સને સંબોધતા કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે જણાવ્યું હતું કે ‘સેંગોલ’ બ્રિટીશ પાસેથી ભારતમાં સત્તાના હસ્તાંતરણનું પ્રતીક છે. તમિલનાડુમાં ચોલ વંશ દરમિયાન એક રાજા પાસેથી બીજા રાજાને સત્તા સોંપણીના પ્રતિક તરીકે તેનો ઉપયોગ થતો હતો. ધર્મ અનુસાર શાસન કરવાના આદેશ સાથે સેંગોલ રાજાને સોંપવામાં આવતો હતો. તેમણે વધુમાં જણાવ્યું હતું કે સેંગોલને સ્થાપિત કરવાનો હેતુ તે સમયે અને આજે પણ સ્પષ્ટ છે. સત્તાનું હસ્તાંતરણ માત્ર હાથ મિલાવાની કે દસ્તાવેજ પર સહી કરવાની બાબત નથી, તે આધુનિક જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને સ્થાનિક પરંપરાઓ સાથે જોડાયેલ રહેવું જોઈએ.

અમિત શાહે જણાવ્યું હતું કે 14 ઓગસ્ટ, 1947માં તત્કાલિકન વડાપ્રધાન નહેરુએ ‘સેંગોલ’ નેહરુએ રાજેન્દ્ર પ્રસાદને હાજરીમાં સેંગોલ સ્વીકાર્યો હતો. રાજેન્દ્રપ્રસાદ પછીથી રાષ્ટ્રપતિ બન્યા હતા. સેંગોલ સોના જડિત ચાંદીથી બનેલો છે. તેના પર પવિત્ર નંદી છે. સેંગોલની ટોચ પર બિરાજમાન નંદી ન્યાયનું પ્રતીક છે. સેંગોલ એ જ લાગણીનું પ્રતિનિધિત્વ કરે છે, જે જવાહરલાલ નેહરુએ 14 ઓગસ્ટ, 1947ના રોજ અનુભવી હતી.

વિગતો આપતા અમિત શાહે જણાવ્યું હતું કે વાઈસરોય લોર્ડ માઉન્ટબેટને પંડિત જવાહરલાલ નેહરુને એક પ્રશ્ન પૂછ્યો હતો કે બ્રિટિશ પાસેથી ભારતીય હાથમાં સત્તાના હસ્તાંતરણ માટે કયા સમારંભનું પાલન કરવું જોઈએ. નેહરુને પીઢ સ્વાતંત્ર્ય સેનાની સી રાજગોપાલાચારી (રાજાજી)ની સલાહ લેવા કહ્યું હતું. રાજાજીએ ચોલ મોડેલની માહિતી આપી હતી.

 

LEAVE A REPLY