(ANI Photo)

ઉત્તરપ્રદેશમાં આવેલા પ્રખ્યાત કાશી વિશ્વનાથ ધામની છેલ્લા બે વર્ષમાં 16,000 આંતરરાષ્ટ્રીય મુલાકાતીઓ સહિત 13 કરોડથી વધુ શ્રદ્ધાળુઓ મુલાકાત લીધી છે. 13 ડિસેમ્બર 2021થી 6 ડિસેમ્બર 2023 વચ્ચે કાશી વિશ્વનાથ મંદિરના દર્શન માટે 15,930 વિદેશી ભક્તોએ બુકિંગ કરાવ્યું હતું.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 13 ડિસેમ્બર, 2021 ના ​​રોજ પુનઃ નિર્મિત શ્રી કાશી વિશ્વનાથ મંદિરનું શુભ ઉદ્ઘાટન કર્યું તે પછી ભક્તોની સંખ્યામાં ઉછાળો આવ્યો છે. કાશી વિશ્વનાથ ધામ અને સ્પેશિયલ એરિયા ડેવલપમેન્ટ ઓથોરિટીના મુખ્ય કાર્યકારી અધિકારી સુનીલ વર્મા જણાવ્યું હતું કે 2022ની સરખામણીમાં 2023માં ભક્તોનું બુકિંગ બમણું થયું હતું. કાશીના આધ્યાત્મિક અનુભવ માટે સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય બંને ભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો છે.

 

LEAVE A REPLY