
ઓસ્કાર વિજેતા બોલીવૂડ મ્યુઝીક કમ્પોઝર એ.આર. રહેમાને બોલીવૂડના કાળા ચહેરાને લઇને મહત્વનો ખુલાસો કર્યો છે, પ્રતિભાશાળી મ્યુઝિક ડાયરેક્ટરનુ કહેવુ છે કે બોલીવૂડની એક ગેંગ તેમની વિરુદ્ધ અફવાઓ ઉડાવી રહી છે કે હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં તેમને કામ આપવામા નથી આવતુ. તેઓ હાલમાં રિલીજ થયેલી દિલ બેચારાના મ્યુઝિક ડાયરેક્ટર છે. આ ફિલ્મ સુશાંત સિંહ રાજપૂતની અંતિમ ફિલ્મ છે જેના રિલીજ થયા પહેલા જ એક્ટરે આત્મહત્યા કરી લીધી હતી.
ઓછી હિન્દી ફિલ્મોમાં કામે કરવા બદલ એઆર રહેમાને એક ઇન્ટરવ્યુમાં કહ્યુ હતું કે હું સારી ફિલ્મોને ના નથી કહેતો, પરંતુ કોઇ ગેંગ છે જે મારા વિરુદ્ધ અફવા ઉડાવી રહી છે. હાલમાં જ સુશાંત સિંહ રાજપૂતે મુંબઇ સ્થિત તેમના ફ્લેટમાં આત્મહત્યા કરી લીધી હતી, જેના લીધે સમગ્ર દેશ ચોંકી ગયો હતો.
પોતાના પ્રિય અને પ્રતિભાશાળી એક્ટરના આ પગલાથી બોલીવૂડ સહિત પ્રસશંકો ડઘાઇ ગયા હતા. ઘણા દિગ્ગજ કલાકારો સુશાંત સિંહની આત્મહત્યા પાછળ મોટા ડાયરેક્ટર્સ દ્વારા સુશાંતની અવગણના અને તેની વિરુદ્ધ કાવતરા કરી રહ્યા હોવાના આરોપ લગાવ્યા છે. સુશાંત સિંહે ડિપ્રેશનમાં આવીને આત્મહત્યા જેવુ પગલુ ભરી લીધુ હતું.
