મલેશિયાના સૌથી ધનિક અને હોંગકોંગના નાગરિક રોબર્ટ કુઓકના પરિવારના સંચાલન હેઠળની વિલ્મર ઇન્ટરનેશનલનો અદાણીના સૌથી જૂના ભાગીદારમાં સમાવેશ થાય છે. તેમના સંયુક્ત સાહસ અદાણી વિલ્મરનું બજારમૂલ્ય 6.7 બિલિયન ડોલર છે. આ પેકેજ્ડ-ફૂડ કંપની લોટ, ખાંડ તથા અન્ય સ્ટેપલ્સનું વેચાણ કરે છે. વિલ્મરે તાજેતરમાં કહ્યું હતું કે હિન્ડનબર્ગ રીપોર્ટમાં સ્વતંત્ર રીતે સંચાલિત સંયુક્ત સાહસને લગતા કોઈ મુદ્દા ઉઠાવ્યા નથી.
રીટેઈલ જાયન્ટ વોલમાર્ટની આશરે 50 ટકા માલિકી વિશ્વના બીજા ક્રમના સૌથી ધનિક પરિવાર વોલ્ટન્સ પાસે છે. ભારતીય પેટાકંપની ફ્લિપકાર્ટને કારણે વોલમાર્ટ ઉપર પણ જોખમ છે. ફ્લિપકાર્ટે સપ્લાય ચેઇન ઇન્ફ્રાસ્ટ્રક્ચર મજબૂત કરવા 2021માં અદાણી લોજિસ્ટિક્સ સાથે ભાગીદારી કરી હતી. જોકે આ મુદ્દે અર્કાન્સાસ સ્થિત વોલમાર્ટે કોઈ ટીપ્પણી કરી નહોતી.
પ્રાઇવેટ ઇક્વિટી કંપની EQT ABની માલિકીની વર્જિનિયા સ્થિત ડેટા-સેન્ટર સર્વિસ કંપની એજકોનેક્સે સમગ્ર ભારતમાં એક ગીગાવોટ ડેટા-સેન્ટર ક્ષમતા વિકસાવવા માટે 2021માં અદાણી જૂથ સાથે 50-50 સંયુક્ત સાહસ બનાવ્યું હતું અને આગામી દાયકામાં નોંધપાત્ર રોકાણની જાહેરાત કરી હતી. EdgeConneXના ચીફ માર્કેટિંગ અને પ્રોડક્ટ ઓફિસર ફિલિપ મારંગેલાએ જણાવ્યું હતું કે હિન્ડનબર્ગના આક્ષેપોની સંયુક્ત સાહસ પર “કોઈ અસર થઈ નથી” અને અદાણી શ્રેષ્ઠ અસ્કયામતો અને ક્ષમતાઓ ટ્રેક રેકોર્ડ સાથે મૂલ્યવાન ભાગીદાર છે.
વિશ્વની ત્રીજી-સૌથી મોટી કન્ટેનર શિપિંગ કંપની CMA CGMએ મુંદ્રા પોર્ટ પર ટર્મિનલ ચલાવવા માટે 2017માં અદાણી જૂથ સાથે 15-વર્ષનો કરાર કર્યો હતો. ફ્રાન્સ સ્થિત CMAનો બહુમતી હિસ્સો રોડોલ્ફ સાડે અને તેમના ભાઇઓ-બહેનો પાસે છે. આ પરિવાર આશરે 18.3 બિલિયન ડોલરની સંપત્તિ ધરાવે છે. અદાણી મુદ્દે સીએમએ કોઇ ટીપ્પણી કરી નહોતી.
અદાણી ગ્રુપે તાજેતરમાં ગેડોટ ગ્રૂપ સાથે ભાગીદારી કરીને ઇઝરાયેલના હૈફામાં બીજા ક્રમના સૌથી મોટા બંદર અને સૌથી મોટો ક્રુઝ શિપ હબ હસ્તગત કર્યા હતા. અદાણી અને ગેડોટ ગ્રુપે 1.2 બિલિયનમાં ગયા વર્ષે આ પોર્ટનો સોદો કર્યો હતો. ગેડોટ ગ્રુપે પણ કોઇ ટીપ્પણી કરી નથી.
અબુ ધાબી સ્થિત ઇન્ટરનેશનલ હોલ્ડિંગ કંપની અદાણીના બિઝનેસમાં ભાગીદાર નથી, પરંતુ તે જૂથના સૌથી નિર્ણાયક સમર્થકો પૈકીની એક છે. આ કંપનીનું બહુમતી માલિક રોયલ ગ્રુપ છે, જે શેખ તહનુનનું ઇન્વેસ્ટમેન્ટ વ્હિકલ છે. શેખ તહનુન સંયુક્ત આરબ અમીરાતના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અને વિશ્વના સૌથી ધનિક પરિવારના સભ્ય છે.