આરોપી જોસેફ એમ કઝુબા Will County Sheriff/Handout via REUTERS

ઇઝરાયેલ અને હમાસના યુદ્ધ વચ્ચે હેટ ક્રાઇમના એક કિસ્સામાં અમેરિકાના ઇલિનોઇસમાં શનિવારે એક મકાનમાલિકે છ વર્ષના પેલેસ્ટિનિયન મૂળના મુસ્લિમ બાળકને ચપ્પાના 26 ઘા માર્યા હતા અને તેની માતાને પણ ઘાયલ કરી હતી. અમેરિકાના પ્રેસિડન્ટ જો બાઇડનને તેને હેટ ક્રાઇમની ભયાનક કૃત્ય ગણાવ્યું હતું.

ઇલિનોઇસના વિલ કાઉન્ટીના શેરિફ ઓફિસના એક નિવેદનમાં જણાવવામાં આવ્યું છે કે, 26 વખત છરાના ઘા મારવામાં આવેલા બાળકનું હોસ્પિટલમાં મૃત્યુ થયું હતું, પરંતુ 32 વર્ષીય મહિલા આ જઘન્ય હુમલામાં બચી જશે તેવી અપેક્ષા છે.

પોલીસે હુમલાખોર મકાન માલિક સામે હત્યા અને હેટ ક્રાઇમનો ગુનો દાખલ કર્યો હતો. ડિટેક્ટિવ એ પુરવાર કરી શક્યા હતા કે બંને પીડિતો મુસ્લિમ હોવાથી અને મધ્યપૂર્વ યુદ્ધને કારણે તેમને ટાર્ગેટ કરવામાં આવ્યા હતા. લીસે કહ્યું- બંને પીડિતો મુસ્લિમ હતા. ઇઝરાયલ અને હમાસ વચ્ચે મધ્ય પૂર્વમાં ચાલી રહેલા યુદ્ધના કારણે તેને નિશાન બનાવવામાં આવ્યો હતો. મા-દીકરો આરોપી જોસેફ કાજુબાના મકાનમાં ભાડે રહેતાં હતાં. શિકાગોની કાઉન્સિલ ઓન અમેરિકન-ઈસ્લામિક રિલેશન્સ (CAIR) એ જણાવ્યું હતું કે બાળક પેલેસ્ટિનિયન-અમેરિકન હતો. ગંભીર રીતે ઘાયલ તેની માતા હાલમાં હોસ્પિટલમાં દાખલ છે.

LEAVE A REPLY