ગુજરાતમાં કોરોનાની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને આરોગ્ય વ્યવસ્થાની સમીક્ષા અંગે મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતું, જે અંતર્ગત કોરોના વિરુદ્ધની લડાઈમાં નાગરિકોના જીવ બચાવવામાં રાજ્યનું આરોગ્યતંત્ર સંપૂર્ણ સજ્જ હોવાનું સુનિશ્ચિત કરવામાં આવ્યું છે. હાલની પરિસ્થિતિમાં કોવિડ-૧૯ના કેસોમાં વૈશ્વિક સ્તરે વધારો થઇ રહ્યો છે, સાથે-સાથે ભારતમાં પણ નવા કોવિડ વેરિયન્ટના કેસોમાં વધારો જોવા મળે છે તથા પોઝીટીવીટી રેટ પણ છેલ્લા થોડા સમયથી વધ્યો છે, આ પરિસ્થિતિમાં કોવિડ-૧૯ ની પરિસ્થિતિનો અસરકારક સામનો કરવા માટે કેન્દ્ર સરકારની “ટેસ્ટ – ટ્રેક – ટ્રીટમેન્ટ – વેક્સીનેશન” સ્ટ્રેટેજીનો રાજ્યમાં અસરકારક રીતે અમલ કરવામાં આવ્યો હોવાનું રાજ્યના આરોગ્ય પ્રધાન ઋષિકેશભાઈ પટેલે જણાવ્યું હતું.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, મોકડ્રીલમાં કોવીડ-૧૯ મહામારીનો સામનો કરવા માટે જરૂરી દરેક બાબતો જેવી કે ઓક્સીજન બેડ, ICU બેડ, અઈસોલેશન બેડ, HR, ઓક્સિજનના જુદા-જુદા ઉપકરણો જેવા કે વેન્ટીલેટર, સિલીન્ડર, કોન્સનટ્રેટર, PSA પ્લાન્ટ, LMO ટેંક, MGPS વગેરેની ફંક્શનાલીટી તથા આ અલગ-અલગ ઉપકરણ સુચારુરૂપે કાર્યરત છે કે નહિ તે ચેક કરવા જણાવવામાં આવ્યુ હતું. રાજ્યમાં હાલમાં કુલ ૪૭૬ PSA ઓક્સfજન પ્લાન્ટ્સ આવેલા છે જેની કુલ કેપેસીટી ૨૦૮૨૪૩ PM છે. રાજ્યમાં કુલ ૧૦૮૯૯ ઓક્સિજન કોન્સન્ટ્રેટર (૫ PM અને ૧૦ PM) આવેલા છે જેની કુલ કેપેસીટી ૭૨૪૭૦ LPM છે. જ્યારે રાજ્યમાં કુલ ૭૧ LM૦ અલગ અલગ હોસ્પિટલો ખાતે ઉપલબ્ધ છે જેની કુલ કેપેસીટી ૭૬૩.૨૨ MT છે. તેમજ રાજ્યમાં કુલ ૧૧૨૧૪ ઓક્સીજન સિલીન્ડર( DType અને BType) ઉપલબ્ધ છે જેની કુલ કેપેસીટી ૪૨૫૩૪૦ લીટર છે.
બે દિવસ દરમિયાન ચાલેલી મોકડ્રીલમાં રાજ્યમાં ૧૦,૧૫૯ ફેસીલીટી અન્વયે ૯,૨૩૦ રાજ્ય સરકારની અલગ-અલગ હોસ્પિટલ તથા રાજયની ૯૨૯ પ્રાઇવેટ હોસ્પિટલોનો પણ સમાવેશ થાય છે, જે પ્રાઇવેટ હોસ્પિટલોની પણ સારી ભાગીદારી સૂચવે છે. આ સંસ્થાઓમાં રાજ્યની તમામ જિલ્લા હોસ્પિટલ, પેટા જિલ્લા હોસ્પિટલ, સામુહિક અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો, શહેરી આરોગ્ય કેન્દ્રો, હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર, રાજ્યની તમામ મેડિકલ કોલેજ (સરકારી અને ખાનગી), જી.એમ.ઇ.આર.એસ. મેડીકલ કોલેજ અને સંલગ્ન હોસ્પિટલ તથા ખાનગી હોસ્પિટલોનો પણ સમાવેશ થાય છે.
મોકડ્રીલમાં મળેલ માહિતી અનુસાર રાજ્યમાં કુલ ૯૫,૬૮૭ પથારીની ઉપલબ્ધિ છે, જે પૈકી ૩૩,૦૪૨ ઓક્સિજન સપોર્ટેડ પથારી તથા ૮,૩૭૨ આઇ.સી.યુ. પથારીની સગવડ તથા સમગ્ર રાજ્યમાં ૬,૮૬૫ વેન્ટીલેટર સપોર્ટવાળા બેડ ઉપલબ્ધ છે.