(Photo by Anna Moneymaker/Getty Images)

વ્હાઇટ હાઉસમાં સોમવારે દિવાળીની ઉજવણીના સૌથી મોટા કાર્યક્રમનું આયોજન થયું હતું. આ ઉજવણીમાં જો બાઇડન સરકારના ઘણા ભારતીય અમેરિકનોની હાજરી પણ જોવા મળી હતી. બાઇડને દીપ પ્રગટાવીને તમામ લોકોને દિવાળીની શુભકામના આપી હતી.

વ્હાઇટ હાઉસમાં દિવાળીની ઉજવણીના કાર્યક્રમમાં પ્રેસિડન્ટ જો બાઇડને જણાવ્યું હતું કે અમે તમને આવકારતા સન્માનિત થયા છીએ. વ્હાઇટ હાઉસમાં આટલા મોટા પ્રમાણમાં દિવાળીની પ્રથમ ઉજવણી છે. ઈતિહાસમાં અત્યાર સુધીના સૌથી વધુ એશિયન અમેરિકનો ઉપસ્થિત છે અને અમે દિવાળીની ઉજવણીને અમેરિકન સંસ્કૃતિનો આનંદદાયક ભાગ બનાવવા બદલ તમારો આભાર માનવા માંગીએ છીએ.”

યુનાઇટેડ સ્ટેટ્સ, ભારત અને સમગ્ર વિશ્વમાં પ્રકાશના આ પર્વની ઉજવણી કરતા એક અબજથી વધુ હિન્દુઓ, જૈનો, શીખો અને બૌદ્ધોને દિવાળીની શુભકામનાઓ આપતા, બાઈડને દિવાળીની ઉજવણીને અમેરિકન સંસ્કૃતિનો એક આનંદદાયક ભાગ બનાવવા માટે યુએસમાં એશિયન અમેરિકન સમુદાયનો આભાર માન્યો હતો. તેમણે જણાવ્યું હતું કે “અમે સત્તાવાર વ્હાઇટ હાઉસ દિવાળી રિસેપ્શનનું આયોજન કરી રહ્યાં છે ત્યારે અમેરિકી ઈતિહાસમાં સૌથી વધુ વૈવિધ્યસભર વહીવટીતંત્રના સભ્યોની હાજરીમાં દીપ પ્રગટાવવાનું સન્માન મળ્યું છે. આ સભ્યોની આગેવાની વાઇસ પ્રેસિડન્ટ કમલા હેરિસે લીધી હતી.

બાઇડને સમગ્ર અમેરિકામાં અતુલ્ય દક્ષિણ એશિયાઈ સમુદાય દ્વારા દર્શાવવામાં આવેલ આશાવાદ, હિંમત અને સહાનુભૂતિ બદલ આભાર માન્યો હતો. અમેરિકાના વાઇસ પ્રેસિડન્ટ કમલા હેરિસે જણાવ્યું હતુ કે વ્હાઉસ હાઉસ લોકોનું ઘર છે. પ્રેસિડન્ટ અને ફર્સ્ટ લેડી સાથે અમે વ્હાઇટ હાઉસને એવું સ્થળ બનાવ્યું છે કે જ્યાં દરેક અમેરિકન તેમના સન્માન અને પરંપરાની ઉજવણી કરી શકે છે. વિશ્વમાં દિવાળીની ઉજવણી કરતા આશરે એક બિલિયન લોકોની સાથે બાઇડન સરકાર પણ સામેલ થઈ છે તથા અંધકાર પર પ્રકાશ અને અજ્ઞાન પર જ્ઞાનના વિજયની ઉજવણી કરે છે.

LEAVE A REPLY