ઉત્તરપ્રદેશના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથે કાશીમાં દેવ દેવાળીની ભવ્ય ઉજવણીનું આયોજન કર્યું હતું. આ પ્રસંગે ગંગાના વિવિધ ઘાટ પર આશરે 12 લાખ દીવડા પ્રગટાવવામાં આવ્યા હતા.
આ ભવ્ય ઉજવણીમાં 70 દેશોના રાજદૂતો અને હાઇકમિશનર સહિતના અનેક મહેમાનોએ ભાગ લીધો હતો. કાશીમાં દેવ દીવાળી પર 8થી 10 લાખ પર્યટકોનું આવ્યાં હતાં. દશાશ્વમેધ ઘાટ પર ભવ્ય ગંગા આરતી થઈ હતી. લાઇટિંગ અને થ્રીડી લેસર શોથી આકાશ રંગીન બની ગયું હતું.
વારાણસીના નમો ઘાટ ખાતે રાજદ્વારીઓએ ગંગાના કિનારે એક સાંસ્કૃતિક શો જોયો હતો, જેમાં ભરતનાટ્યમ મારફત રામાયણની પ્રસ્તુતિ તેમજ ઉત્તર પ્રદેશના કથક અને લોકનૃત્યો સામેલ હતા.
બાબા કાશી વિશ્વનાથ ધામ અને ચેતસિંહ ઘાટના ગંગા દ્વાર ખાતે લેસર શોનું આયોજન કરાયું હતું. ગંગાના તમામ 85 ઘાટની બંને બાજુઓ પર ડિજિટલ ફટાકડા અને દીવાઓ પ્રગટાવવામાં આવ્યા હતા. સુરક્ષાની તમામ વ્યવસ્થા કરાઈ હતી.
(ANI Photo)