વડાપ્રધાન નરેન્દ્ર મોદી 15 ઓગસ્ટ, 2023એ નવી દિલ્હીમાં 77મા સ્વતંત્રતા દિવસના અવસરે ઐતિહાસિક લાલ કિલ્લા પરથી રાષ્ટ્રને સંબોધન કર્યું હતું. REUTERS/Altaf Hussain

ભારતના 77મા સ્વતંત્રતા દિવસે મંગળવારે નવી દિલ્હીમાં લાલ કિલ્લા પર ત્રિરંગો ફરકાવ્યા પછી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશને સંબોધનમાં જણાવ્યું હતું કે આગામી પાંચ વર્ષ અભૂતપૂર્વ વિકાસના છે અને 2047 સુધી ભારતને વિકસિત રાષ્ટ્ર બનાવવાનું સ્વપ્ન સાકાર કરવા માટેનો એક સ્વર્ણિમ અવસર છે. આગામી પાંચ વર્ષમાં દેશવાસીઓને ઉજ્જવળ ભવિષ્ય સાથે “નવા ભારત”નું વચન આપતાં વડાપ્રધાને જણાવ્યું હતું કે ભારત નિર્ણાયક વળાંક પર છે અને કોવિડ રોગચાળા પછી ઉભરી રહેલી નવી વૈશ્વિક વ્યવસ્થાને આકાર આપવાની તાકાત દેશ ધરાવે છે

લાલ કિલ્લા ખાતે વડાપ્રધાનને 21 તોપની સલામી અપાઈ હતી. એ પહેલાં મોદીએ સવારે રાજઘાટ પર મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ આપી હતી. આજે નરેન્દ્ર મોદીએ લાલ કિલ્લા પર 10મી વખત તિરંગો ફરકાવ્યો હતો. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઉત્તરપૂર્વીય રાજ્ય મણિપુર હિંસા, સુધારાનો ઉલ્લેખ કરીને પોતાની સરકારના 10 વર્ષનાં કામોનો જનતાને હિસાબ આપ્યો હતો. વડાપ્રધાન મોદીએ સંબોધનમાં પરિવારવાદ, તુષ્ટિકરણ સહિતના મુદ્દાઓ વારંવાર ઉઠાવ્યાં હતાં અને તેને નાબૂદ કરવાની નેમ લીધી હતી. મોદીએ દેશના નાગરિકોને ત્રણ ગેરંટી પણ આપી હતી. પ્રથમ એ કે આગામી થોડા જ વર્ષોમાં ભારત વિશ્વનું ત્રીજુ સૌથી મોટું અર્થતંત્ર બનશે. બીજુ એ કે શહેરોમાં ભાડાનાં મકાનોમાં રહેતા લોકોને બેંક લોનમાં રાહત મળશે. ત્રીજુ એ કે દેશભરમાં આશરે 25,000 જનઔષધિ કેન્દ્રો ખોલવામાં આવશે.

આગામી વર્ષે પણ પોતે લાલ કિલ્લા પરથી રાષ્ટ્રધ્વજ ફરકાવશે તેવો આત્મવિશ્વાસ વ્યક્ત કરતાં વડાપ્રધાને જણાવ્યું હતું કે ભાજપ એક સ્થિર સરકાર છે. તેને જનતાએ ચૂંટી છે અને પ્રગતિ કરવામાં મદદ કરી છે. અમે પરિવર્તન લાવ્યા છીએ અને આગળ પણ લાવતા રહીશું. આવતા વર્ષે 15 ઓગસ્ટે આ જ લાલ કિલ્લા પરથી હું રાષ્ટ્ર દ્વારા હાંસલ કરેલી પ્રગતિની યાદી રજૂ કરીશ તથા વધુ આત્મવિશ્વાસ સાથે તમારી શક્તિ, તમારા સંકલ્પ અને તમારી સફળતાના ગીતો ગાઈશ. પરિવર્તન લાવવાના વચન સાથે હું અહીં આવ્યો હતો અને મારી કામગીરી મને ફરી એક વાર અહીં લાવી છે.

આગામી વર્ષે પણ પોતે લાલ કિલ્લા પરથી રાષ્ટ્રધ્વજ ફરકાવશે તેવો વિશ્વાસ વ્યક્ત કરતાં વડાપ્રધાને જણાવ્યું હતું કે ભાજપ એક સ્થિર સરકાર છે. જેને જનતાએ ચૂંટી છે અને પ્રગતિ કરવામાં મદદ કરી છે. અમે પરિવર્તન લાવ્યા છીએ અને આગળ પણ લાવતા રહીશું. આવતા વર્ષે 15 ઓગસ્ટે આ જ લાલ કિલ્લા પરથી હું રાષ્ટ્ર દ્વારા હાંસલ કરેલી પ્રગતિની યાદી રજૂ કરીશ તથા વધુ આત્મવિશ્વાસ સાથે તમારી શક્તિ, તમારા સંકલ્પ અને તમારી સફળતાના ગીતો ગાઈશ. પરિવર્તન લાવવાના વચન સાથે હું અહીં આવ્યો હતો અને મારું પ્રદર્શન મને ફરી એક વાર અહીં લાવ્યું છે. આગામી પાંચ વર્ષ અભૂતપૂર્વ વિકાસના છે અને તે 2047 સુધીમાં ભારતને વિકસિત રાષ્ટ્ર બનાવવાનું સ્વપ્ન સાકાર કરવા માટેની એક સુવર્ણ ક્ષણ છે.”

વિરોધ પક્ષો પર પ્રહાર કરતાં વડાપ્રધાને જણાવ્યું હતું કે ભારત દેશમાં 30 વર્ષના અંધકાર પછી અજવાળું છવાઈ ગયું છે. લોકોને સ્થિર સરકાર જોઈતી હતી એટલે જ 2014 અને 2019માં ભાજપ સરકારને તક આપી હતી. અત્યારે અમે એકસાથે આવીને સુધારાની નીતિ અપવાની લીધી હતી. વળી ફેરફારની સાથે લોકોને વધુને વધુ પ્રગતિ થાય દેશનો વિકાસ થાય એની રાહ પર અત્યારે પણ ચાલી રહ્યા છીએ.

દેશના ભવિષ્ય માટેની વિગતો આપતા વડાપ્રધાન મોદીએ જણાવ્યું હતું કે આગામી 5 વર્ષ ઘણા મહત્ત્વપૂર્ણ છે. દેશમાં અત્યારે વિકાસનું મોજુ ફરી વળ્યું છે. હું સતત જનતાના સપના જોતો હોઉં છું. હું ક્યારેય તેમના આ સપનાઓને તૂટવા નહીં દઉં. વળી આગામી 5 વર્ષ વિકાસને લઈને સ્વર્ણિમ છે અને 2047ના ડ્રિમ પ્રોજેક્ટનું સપનું સાકાર કરવા માટેનો પાયો પણ છે. ભારતને હું આગામી 5 વર્ષમાં વિશ્વની ત્રીજી સૌથી મોટી અર્થ વ્યવસ્થા બનતો પણ જોઈ રહ્યો છું. મેં 2014માં વચન આપ્યું હતું તે પૂરુ પણ કરી દીધું છે. આ સમયગાળા દરમિયાન ભારત દેશ વિશ્વની અર્થવ્યવસ્થામાં 10મા નંબર પર હતો અત્યારે 5મા નંબર પર આવી ગયો છે. અમે ગરીબ કલ્યાણ માટે વધુમાં વધુ રૂપિયા ખર્ચ કર્યા છે. એટલું જ નહીં લક્ષ્યોને પ્રાપ્ત કરવા માટે પણ સતત કાર્યરત રહ્યા છીએ.

 

LEAVE A REPLY