અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકામાં આવેલા લોથલ પુરાતત્વીય સ્થળ પર સંશોધન દરમિયાન ભેખડ ધસી પડતા બે ભૂસ્તરશાસ્ત્રીઓ કાટમાળ નીચે દટાયા હતા.બે મહિલા ભૂસ્તરશાસ્ત્રીઓમાંથી એકે પોતાનો જીવ ગુમાવ્યો હોવાના મળ્યાં હતા. અન્ય મહલા ભૂસ્તરશાસ્ત્રીને બચાવી લેવામાં આવ્યા હતા અને તેને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં.
સંશોધકો 15 ફૂટ ઊંડા ખાડામાં નીચે ગયા હતા. માટીની ભેખડો તેમના પર ધસી જતાં બંને કાટમાળ નીચે દટાયાહતાં. ગાંધીનગર અને દિલ્હીની ટીમો સંશોધન કરી રહી હતી ત્યારે આ દુર્ઘટના બની હતી. આ ઘટનામાં મૃતક ભૂસ્તરશાસ્ત્રી દિલ્હીના છે. આ ઘટનાની જાણ થતા સ્થાનિક પોલીસ અને ફાયર વિભાગ ઘટના સ્થળે દોડી આવ્યું હતું.
ધોળકાના સરગવાલા ગામ પાસે સ્થિત પુરાતત્વીય સ્થળ એ દક્ષિણના એવા સ્થળો પૈકીનું એક છે જ્યાં એક સમયે પ્રાચીન સિંધુ ખીણની સંસ્કૃતિ અસ્તિત્વમાં હતી. લોથલ ગુજરાતના પ્રાચીન વારસાનું એક મહત્વપૂર્ણ સ્થળ છે. લોથલ એ સિંધુ ખીણની સંસ્કૃતિનું દક્ષિણનું સ્થળ છે. ભાલ વિસ્તારમાં આવેલા લોથલની શોધ 1954માં નવેમ્બર મહિનામાં કરવામાં આવી હતી. લોથલ શબ્દનો અર્થ મૃત્યું પામેલા એવો થાય છે. લોથલને એપ્રિલ 2014માં યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઈટ તરીકે નોમિનેટ કરવામાં આવ્યું હતું.