પ્રતિકાત્મક તસવીર (istockphoto)

પાકિસ્તાનના સત્તાવાળાઓએ સોમવારે પાકિસ્તાન-અધિકૃત કાશ્મીરમાં મંકીપોક્સના એક શંકાસ્પદ કેસની જાણ કરી હતી. આની સાથે પાકિસ્તાનમાં મંકીપોક્સના કેસની સંખ્યા વધીને ચાર થઈ છે.

તાજેતરમાં સાઉદી અરેબિયાના જેદ્દાહથી પાકિસ્તાન પરત આવેલા પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK)ના 47 વર્ષીય રહેવાસીને મંકીપોક્સના લક્ષણો સાથે ઇસ્લામાબાદની પાકિસ્તાન ઇન્સ્ટિટ્યુટ ઑફ મેડિકલ સાયન્સ (PIMS)માં દાખલ કરવામાં આવ્યો હતો.અગાઉ, પાકિસ્તામાં મંકીપોક્સના ત્રણ કેસ નોંધ્યા હતા, જે તમામ ખૈબર-પખ્તુનખ્વા પ્રાંતના હતા.

મંકીપોક્સના અસરગ્રસ્ત તમામ દર્દીઓ વિદેશથી પરત ફર્યા હોવાનું બહાર આવ્યા બાદ પાકિસ્તાને વાયરસનો સામનો કરવા માટે એરપોર્ટ પર કડક સ્ક્રીનિંગ સિસ્ટમ અમલી બનાવી છે. અધિકારીએ કહ્યું કે આફ્રિકા, અમેરિકા અને ગલ્ફ દેશોના પ્રવાસીઓ પર નજર રાખવામાં આવશે.

 

LEAVE A REPLY