વ્રજ પાણખાણિયા, ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર, વેસ્ટકોમ્બ ગ્રુપ દ્વારા
વેસ્ટકોમ્બ ફાઉન્ડેશને સખાવતી કાર્યો ચાલુ કર્યા તેને આ વર્ષે પંદર વર્ષ પૂરા થયા છે. અમે વિશ્વભરમાં જરૂરતમંદ લોકોને મદદ કરવા માટે સમર્પિત છીએ તથા વ્યાપક ગરીબી, તકલીફ અને વેદનાઓ દૂર કરવા માટે સમાજને કંઇ પરત કરવાનો અમારો હેતુ છે.
અમારા ઇતિહાસમાં અમે નેપાળથી નૈરોબી, ભારતથી ઇંગ્લેન્ડ સુધીના લોકોને મદદ કરી છે. અમે સહનશીલતા, સ્વીકૃતિ અને આપવાના સિદ્ધાંતનુ પાલન કરીએ છીએ. શક્ય હોય ત્યાં લોકોને મદદ કરવાનો અમે પ્રયાસ કરીએ છીએ.
અમારા પંદરમા વર્ષમાં અમે ઘરવિહોણા લોકોની સમસ્યા દૂર કરવામાં મદદ કરવા ઈચ્છીએ છીએ તથા માનવ આપદા ઊભી થાય ત્યાં ઝડપથી મદદ પૂરી પાડવા માગીએ છીએ.
આ વર્ષની શરૂઆતમાં તુર્કી અને સીરિયામાં ભયંકર ભૂકંપ આવ્યો ત્યારે અમે ખાલસા એઇડ ઇન્ટરનેશનલ સાથે ભાગીદારી કરવા ઝડપથી આગળ વધ્યા હતાં. ખાલસા એઇડ એક એનજીઓ છે, જેણે તુર્કી અને સીરિયાના લોકોની વેદનાઓ દૂર કરવા માટે માનવતાવાદી સહાય પુરી પાડી હતી. વેસ્ટકોમ્બ ફાઉન્ડેશને આ સંસ્થાના તુર્કી-સીરિયા ભૂકંપ અપીલ ફંડમાં ફાળો આપ્યો હતો. સંસ્થાએ તેની સંખ્યાબંધ ટીમ મોકલીને સખત જરૂરતવાળા લોકોને તાત્કાલિક સહાય પૂરી પાડી હતી.
જૂથે જરૂરતવાળા લોકોને તાજા ખોરાક, ગરમ ભોજન પુરા પાડી રાહત આપી હતી તથા ઘર ગુમાવનારાઓને આશ્રય આપવામાં મદદ કરી હતી. “સમગ્ર માનવ જાતિ એક છે”ના શીખ સિદ્ધાંતનું પાલન કરીને આ ગ્રૂપે વિશ્વભરના સમુદાયને શ્રેષ્ઠ ઉદાહરણ પૂરું પાડ્યું છે કે તમામ ધર્મ અને સમુદાયોએ આપત્તિથી અસરગ્રસ્ત જરૂરતમંદ લોકોને મદદ કરવી જોઇએ.
આ વર્ષે અમારી પ્રવૃત્તિનું બીજું ધ્યાન યુકેમાં બેઘર લોકોની સમસ્યા સામે લડવા માટે અથાક કામ કરતી શાનદાર સંસ્થાઓ સાથે કામ કરવાનું છે. ઘણા બધા લોકોને સલામત અને સુરક્ષિત આવાસની સુવિધા મળતી નથી. અમે માનીએ છીએ કે બેઘર લોકોને પણ સમર્થન અને સહાયનો હક હોવા જોઈએ અને વેસ્ટકોમ્બ ફાઉન્ડેશન મદદ કરવાની સ્થિતિમાં છે.
અમે મુખ્યત્વે લંડનમાં કાર્યરત શ્રેણીબદ્ધ પ્રેરણાદાયી સંસ્થાઓ સાથે ભાગીદારી કરી છે. ઉદાહરણ તરીકે SPEAR લંડન એક સમુદાય-સંચાલિત, બેઘર લોકો માટે કામ કરતી ચેરિટી છે, જે રીચમન્ડ, કિંગ્સ્ટન, સટન, વેન્ડ્સવર્થ અને મેર્ટનમા કામ કરીને દર વર્ષે 1000થી વધુ લોકોને મદદ કરે છે.
અમે SPEAR લંડનને તેની મહત્વપૂર્ણ આઉટરીચ સેવાઓમાં મદદ કરી છે. રફ સ્લીપર્સને સપોર્ટ સેવાઓ આપવામાં અમે મદદ કરી છે.
અમે જે અન્ય જૂથને મદદ કરી છે તે સેન્ટરપોઈન્ટ છે, જે કામચલાઉ આવાસ, માનસિક અને શારીરિક આરોગ્યસંભાળ, શિક્ષણ અને લાયકાત પ્રદાન કરવાના તેના પ્રોગ્રામ મારફત ઘરવિહોણા લોકોને મદદ કરે છે. આ ચેરિટી યુવાનોને સ્વતંત્ર રીતે જીવવામાં મદદ કરે છે અને અમે તેના કાર્યને સમર્થન આપવા માટે ખૂબ જ ગર્વ અનુભવીએ છીએ.
અમે ઇલિંગ સૂપ કિચન સાથે પણ નજીકથી કામ કરી રહ્યા છીએ, જે એક શાનદાર ખ્રિસ્તી ચેરિટી છે. તે પશ્ચિમ લંડનમાં બેઘર તથા અન્ય નબળા લોકોને મદદ કરે છે. ગરમ અને પૌષ્ટિક ખોરાક તેમજ વાળંદ, આરોગ્યસંભાળ, કપડાં, કાનૂની અને વ્યવહારુ સલાહ જેવી વિવિધ સહાયક સેવાઓ પૂરી પાડીને ઘર ન હોવાને કારણે ઊભી થતા સમસ્યા દૂર કરવા માટે કામ કરે છે.
યુકેમાં ઘરવિહોણાની સાથે સાથે, વેસ્ટકોમ્બ ફાઉન્ડેશન સમગ્ર વિશ્વમાં સપોર્ટિંગ કમ્યુનિટીને મદદ કરે છે. અમને ગુજરાતના જામનગર સ્થિત શ્રી આણંદાબાવા સેવા સંસ્થા સાથે ભાગીદારી કરવાનો ગર્વ છે. આ સંગઠન સંપ્રદાય, ધર્મ અથવા સમુદાયના ભેદભાવ વિના ગરીબો અને જરૂરતમંદોને સર્વસમાવેશક સહાય પૂરી પાડતી સંસ્થા છે.
આ સંસ્થા ગરીબો માટે કપડા અને દવાનું વિતરણ જેવી વ્યાપક સામાજિક સેવાઓ પૂરી પાડવામાં મદદ કરે છે. આ કેન્દ્રમાં એક અનાથાશ્રમ, વૃદ્ધ મહિલા ગૃહ, આંખની હોસ્પિટલ, રક્તપિત્ત ઉપચાર કેન્દ્ર અને કિડની ડાયાલિસિસ કેન્દ્ર પણ છે. જરૂરતમંદોને દરરોજ બપોરના સમયે મફત ભોજન આપવામાં આવે છે.
પાણખાણિયા અને સમગ્ર વેસ્ટકોમ્બ પરિવારની એક સામાન્ય શરૂઆત થઈ હતી અને અમે માનીએ છીએ કે સમાજને પાછું આપવું એ અમારા કાર્યનો આવશ્યક ભાગ છે. અમને ઘણી શાનદાર સખાવતી સંસ્થાઓને ટેકો આપવાની અને વિશ્વભરમાં સારા કાર્યોમાં યોગદાન આપવાની તક મળવા બદલ ખૂબ ગર્વ છે અને અમે યોગ્ય સમયે અમારી ભાવિ યોજનાઓ વિશે વધુ માહિતી આપવા આતુર છીએ.