ગુજરાતમાં તાજેતરના સમયગાળામાં નકલી સુપરસ્પેશ્યાલિટી હોસ્પિટલ, નકલી જજ, નકલી ટોકનાકુ ઝડપાયા પછી હવે એક નકલી આઇએએસ અધિકારીની ધરપકડ કરાઈ હતી. સિટી ક્રાઈમ બ્રાંચે રવિવારે વાંકાનેરના રહેવાસી મેહુલ શાહની નામના IAS અધિકારી ધરપકડ કરી હતી. વાંકાનેરમાં બે શાળાઓ ચલાવતા શાહે કથિત રીતે લોકોને કોન્ટ્રાક્ટ અને નોકરીનું વચન આપીને નકલી નિમણૂક પત્રો આપીને લાખો રૂપિયાની છેતરપિંડી કરી હતી.
આ નકલી આઇએએસ અધિકારી જિલ્લા શિક્ષણાધિકારીના તરીકે કામ કરતો હતો અને લોકોને નોકરીના ખોટા લેટર આપીને છેતપરિંડી કરતો હતો. અમદાવાદના પાલડી એરિયામાં રહેતા અને ટ્રાવેલ્સનો વ્યવસાય કરતા પ્રતિક શાહની ફરિયાદના આધારે પોલીસે મેહુલ શાહ નામના આરોપીની ધરપકડ કરી હતી.
પોલીસના જણાવ્યા મુજબ મેહુલ શાહ મિકેનિકલ એન્જિનિયર છે અને વાંકાનેરમાં જ્યોતિ સ્કૂલ અને કીડ્સ વર્લ્ડ નામની સ્કૂલનું સંચાલન કરે છે. આઈએએસ તરીકે રોફ મારવા માટે પોતાની ઓળખ ગૃહ વિભાગના ડિપાર્ટમેન્ટ ઓફ સાયન્સ એન્ડ રિસર્ચ ડેવેલોપમેન્ટના ચેરમેન તરીકે આપે હતી અને અલગ અલગ લાલચ આપીને લોકો પાસેથી નાણાં પડાવતો હતો. તેણે વર્ષ 2018થી વાંકાનેરમાં જ IASના બનાવટી લેટર બનાવ્યા હોવાનો ખુલાસો થયો હતી.
છેલ્લા બે વર્ષમાં, વડાપ્રધાન કાર્યાલય (PMO)ના અધિકારીઓ તેમજ IAS અને IPS અધિકારીઓ હોવાનો ઢોંગ કરતી અનેક વ્યક્તિઓની ધરપકડ થઈ છે.