2023માં ઈંગ્લેન્ડમાં ઇમરજન્સી વિભાગોમાં વધુ પડતી રાહ જોવાને કારણે દર અઠવાડિયે સરેરાશ 260થી વધુ અને વર્ષ આખામાં લગભગ 14,000 લોકો મૃત્યુ પામ્યા હોવાનો અંદાજ છે એમ રોયલ કોલેજ ઓફ ઈમરજન્સી મેડિસિન (RCEM) ના નવા આંકડાઓમાં બહાર આવ્યું છે.
2021માં ઇમરજન્સી મેડિસિન જર્નલમાં પ્રકાશિત થયેલા NHS દર્દીઓના મોટા અભ્યાસ પર આધારિતનો RCEM અંદાજ છે કે A&E વિભાગમાં આઠથી 12 કલાક વિતાવનારા દર 72 દર્દીઓમાંથી એકનું મૃત્યુ જોવા મળ્યું હતું. તો A&E માં 12 કલાક કે તેથી વધુ સમય રાહ જોતા 65 ટકા લોકો હોસ્પિટલના બેડની રાહ જોતા દર્દીઓ હતા.
ઈંગ્લેન્ડમાં ગયા વર્ષે 1.5 મિલિયનથી વધુ દર્દીઓએ મુખ્ય ઈમરજન્સી વિભાગોમાં 12 કલાક કે તેથી વધુ રાહ જોઈ હતી. જે સૂચવે છે કે તેમાંથી એક મિલિયનથી વધુ દર્દીઓ બેડની રાહ જોઈ રહ્યા હતા. આ આંકડાઓમાં એમ્બ્યુલન્સની રાહ જોતા હજારો દર્દીઓનો સમાવેશ થતો નથી, પરંતુ તેઓને નુકસાન થવાનું જોખમ પણ છે.
આરસીઈએમના પ્રમુખ ડૉ. એડ્રિયન બોયલે ચિંતા વ્યક્ત કરી હતી કે ‘’લાંબા સમય સુધી રાહ જોવાથી દર્દીઓને નુકસાન થવાનું ગંભીર જોખમ રહે છે. હોસ્પિટલની ક્ષમતાના અભાવને લીધે, દર્દીઓ જરૂરી કરતાં વધુ સમય સુધી ઇમરજન્સી વિભાગોમાં રહે છે જ્યાં કર્મચારીઓ દ્વારા ઘણીવાર કોરિડોર અથવા એમ્બ્યુલન્સ જેવા તબીબી રીતે અયોગ્ય વિસ્તારોમાં તેમની સંભાળ રાખવામાં આવે છે. દર્દીઓ અને સ્ટાફે અપૂરતા ભંડોળ અને અન્ડર-સોર્સિંગના પરિણામો સહન કરવા જોઈએ નહીં.”
જો કે, એનએચએસના પ્રવક્તાએ સૂચવ્યું હતું કે ‘’વધુ પડતા મૃત્યુનું કારણ વિવિધ પરિબળોને આભારી હોઈ શકે છે. A&E સેવાઓની માંગમાં નોંધપાત્ર વધારો નોંધ્યો હતો. આ ફેબ્રુઆરીમાં પાછલા વર્ષની સરખામણીમાં 8.6 ટકાનો વધારો થયો છે, જ્યારે ઇમરજન્સીના પ્રવેશમાં 7.7 ટકાનો વધારો થયો છે