અમેરિકન સેમિકન્‍ડક્ટર કંપની એડવાન્‍સડ માઈક્રો ડીવાઈસ AMDના એક્ઝીક્યુટીવ વાઈસ પ્રેસિડેન્‍ટ અને CTO માર્ક પેપરમાસ્ટરે શુક્રવારે ગાંધીનગરમાં મુખ્ય પ્રધાન ભૂપેન્‍દ્ર પટેલની સૌજન્‍ય મુલાકાત લીધી હતી. ગાંધીનગરમાં ૨૮થી ૩૦ જુલાઈ દરમિયાન યોજાયેલી ત્રિદિવસીય સેમિકોન ઈન્‍ડીયા-૨૦૨૩માં સહભાગી થવા AMDના માર્ક પેપરમાસ્ટર તેમના ડેલિગેશન સાથે ગુજરાતની મુલાકાત લીધી હતી. માર્ક પેપરમાસ્ટરે ગુજરાતની આ સેમિકન્‍ડક્ટર પોલિસીની સરાહના કરતાં કહ્યું કે, સેમિકન્‍ડક્ટર હબ બનવાની સમગ્ર ઈકોસિસ્ટમ ગુજરાતમાં વિકસી રહી છે તે આ ઉદ્યોગ સાથે સંકળાયેલા ગ્લોબલ પ્લેયર માટે રોકાણ આકર્ષણનું કેન્‍દ્ર બનશે.

અત્રે ઉલ્લેખનીય છે કે, એડવાન્‍સડ માઈક્રો ડિવાઈસ અમેરિકા, યુરોપ, આફ્રિકા અને એશિયા જેવા વિવિધ ખંડોમાં બ્રાન્‍ચ ધરાવે છે. ૧૯૬૯માં સ્થપાયેલી આ કંપની માઈક્રોપ્રોસેસર, ગ્રાફિક પ્રોસેસિંગ યુનિટ્સ અને સર્વરનું ઉત્પાદન કરે છે. સમગ્ર વિશ્વમાં ૨૫ હજારથી વધુ કર્મચારીઓ ધરાવતી આ કંપની ભારતમાં બેંગ્લોર, ગુડગાંવ, હૈદરાબાદ અને મુંબઈ તથા દિલ્હીમાં પોતાની બ્રાન્‍ચીસ ધરાવે છે.

LEAVE A REPLY