કોંગ્રેસમેન રો ખન્ના અને કોંગ્રેસમેન માઈકલ વોલ્ટ્ઝની આગેવાની હેઠળ ભારતની મુલાકાતે આવેલા અમેરિકી સાંસદોના પ્રતિનિમંડળે 15 ઓગસ્ટે નવી દિલ્હીમાં પ્રખ્યાત સ્વામિનારાયણ અક્ષરધામ મંદિરની મુલાકાત લીધી હતી. મંદિરમાં આ પ્રતિનિધિમંડળનું ઉષ્માભર્યું સ્વાગત કરાયું હતું. રો ખન્ના અને માઇકલ વોલ્ટ્ઝ ઇન્ડિયા અને ઇન્ડિયન અમેરિકન્સ અંગેના કોંગ્રેસનલ કોકસના સહ-અધ્યક્ષ પણ છે.
પ્રતિનિધિમંડળના નેતાઓ તથા કોંગ્રેસવુમન ડેબોરાહ રોસ અને કોંગ્રેસવુમન કેટ કેમેકનું પરંપરાગત રીતે સ્વાગત અને અભિવાદન કરાયું હતું. પ્રતિનિધિમંડળે સ્વામિનારાયણ અક્ષરધામ મંદિરમાં દર્શન કર્યા હતા તથા તેની કલા અને સ્થાપત્યની પ્રશંસા કરી હતી. તેઓએ મંદિરની અનોખી ડિઝાઇન અને આધ્યાત્મિક ફિલસૂફીના મહત્વ વિશે સમજ મેળવી હતી. પ્રતિનિધિમંડળે મંદિરમાં ‘અભિષેક’ પણ કર્યો હતો તથા ભારતીય રિવાજો અને પરંપરાઓ પ્રત્યેનો પોતાનો આદર વ્યક્ત કર્યો હતો.
કોંગ્રેસમેન રો ખન્નાએ જણાવ્યું હતું કે, “અક્ષરધામ સમુદાય દ્વારા આદરપૂર્વક સ્વાગત અમારા માટે સન્માનની બાબત છે. આ મુલાકાતથી આપણા દેશોની મિત્રતાનું બંધન મજબૂત બન્યું છે તથા સાંસ્કૃતિક આદાન-પ્રદાનના મહત્વને પ્રકાશિત કર્યું છે.” કોંગ્રેસમેન માઈકલ વોલ્ટ્ઝે જણાવ્યું હતું કે “સ્વામિનારાયણ અક્ષરધામની અમારી મુલાકાત એક અવિશ્વસનીય અનુભવ છે. તેનાથી ભારતના સાંસ્કૃતિક અને આધ્યાત્મિક મૂળ વિશેની અમારી સમજ વધુ ગહન બની છે. ઉષ્માભર્યા સ્વાગત અને પવિત્ર ધાર્મિક વિધિઓમાં ભાગ લેવાની તકે અમારા પ્રતિનિધિમંડળ પર કાયમી છાપ છોડી છે.” સ્વામિનારાયણ અક્ષરધામ ભારતીય કલા, સંસ્કૃતિ અને આધ્યાત્મિકતાના દીવાદાંડી બન્યું છે. અહીં વિશ્વભરમાંથી લાખો મુલાકાતીઓ આવે છે.
નવી દિલ્હીમાં સ્વામિનારાયણ અક્ષરધામ ખાતે કોંગ્રેસમેન રો ખન્ના (CA-17) અને કોંગ્રેસમેન માઈકલ વોલ્ટ્ઝ (FL-06), કોંગ્રેસવુમન ડેબોરાહ રોસ (NC-2) અને કોંગ્રેસવુમન કેટ કેમેક