તમામ પ્રકારની સમજશક્તિ માનવીને મળી હોવાના સંજોગો તમે એમ માનતા હો કે પૃથ્વી ઉપર માનવ એકમાત્ર સર્વગ્રાહી એખલાસપૂર્ણ છે પરંતુ હાલપર્યંત સુધીના ઇતિહાસ ઉપર નજર નાંખીશું તો જણાશે કે જગત ક્યારેય શાંતિપૂર્ણ રહ્યું નથી. લોકો ખોરાક, સંપત્તિ, મિલ્કતો, સંપ્રદાય, માન્યતા કે સરહદ એવા કોઇ પણ બ્હાના હેઠળ ઝઘડતા જ રહ્યા છે. હાલમાં માનવી એવો થઇ ચૂક્યો છે કે જગતમાંની એક સમસ્યા દૂર કરી પણ હોય ત્યાં નવી સમસ્યા જન્મી જ ચૂકી હોય છે.
વિશ્વ એ કાંઇ ધરા સૃષ્ટિ કે પૃથ્વી નહીં પરંતુ તેના લોકો છે. આપણે વ્યક્તિગત બદલાવ માટે કાર્યરત નહીં બનીએ અને લોકોને કાર્યરત નહીં બનાવીએ અને જો લોકોને શાંતિપૂર્ણ બનાવવાના વિકલ્પો ઉપર નજર નહીં દોડાવીએ તો વિશ્વશાંતિની વાતો એક વધુ મનોરંજનથી વિશેષ કાંઇ બની રહેશે નહીં. પ્રત્યેક વ્યક્તિ ઉપર ધ્યાન આપ્યા વિના જો કોઇ ફેરફાર માટે આગળ વધીશું તો તેના થકી પણ વધુ સમસ્યાઓ જ ઉભી થશે.
જગતમાં હાલમાં જે પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થઇ રહ્યું છે તેના ઉપર ધ્યાન આપવામાં આવે તો જગતમાં ક્યારેય શાંતિ ના આવે તેવા પાયા આપણે રોપ્યા કે ઉભા કરી દીધા છે. તેના ઘણા બધા પાસા પણ છે અને એક મહત્વનું પાસું તે છે કે આપણે અર્થતંત્રને માનવજીવનનું મહત્વનું અંગ બનાવી દીધું છે.
આજના જગતમાં તમારો પ્રેમ, આનંદ, આઝાદી કે નાચગાન મહત્વના નથી પરંતુ વાતે વાતે અર્થતંત્ર કે આર્થિક બાબતો જ મહત્વની બની ગઇ છે. એક વખત અર્થતંત્ર કે આર્થિક બાબતો અત્યંત મહત્વની બની જાય છે તે પછી ઝઘડા પણ અનિવાર્ય બની જતા હોય છે. ધરતી ઉપરના સાધનસ્રોત મર્યાદિત હોય અને આપણું શારીરિક એન્જિન અર્થતંત્રના પાટા ઉપર જ દોડતું હોય તો યુદ્ધ અનિવાર્ય બનીને શાંતિને અશક્ય બનાવે છે.
આર્થિક કલ્યાણ અને ઉધ્ધારની આંધળી દોટમાં આજના સમાજો ભરપૂર હિંસાથી ઉભરાયા છે અને આપણું અસ્તિત્વ પોતે જ હિંસક બની ગયું છે. આપણું સંગીત, નાચગાન અને સંસ્કૃતિ પણ હિંસક બનવા લાગ્યા છે. આપણે જ્યાં પણ જઇએ છીએ કે જે કાંઇ કરીએ છીએ તે પોતે જ હિંસક બની ગયા છે. અને એક દિવસ તે શેરીઓમાં પણ પથરાઇ જાય તો તમારે આશ્ચર્ય પામવાની જરૂર નથી. તમે તમારી પોતાની જાતને વ્યક્તિગત તરીકે મૂલવીને વિચારો કે તમે તમારી જોડે બેઠેલા સાથે વાત કરવામાં કેટલો સમય નહીં પણ પળો વિતાવી શકો છો. તમે તમારી જાતને પાછા પાડવાનો પ્રયાસ કરો છો તે પણ ચોક્કસ સમય પૂરતો રહે છે અને આવી સ્થિતિ ભીષણ વિસ્ફોટ કરાવીને જ રહેવાની.
હાલમાં સમસ્ત વિશ્વસમુદાય વિનાશક પાયાઓ ઉપર બિરાજમાન છે. શાંતિ એ એવી અનુભૂતિ બની ગઇ છે કે જેને આપમેળે લોકોએ ભાગ્યે જ અનુભવી હશે. આવા સંજોગોમાં આપણે સમાજ અને વિશ્વમાં શાંતિની અપેક્ષા કેવી રીતે રાખી શકીએ. વિશ્વસમાજ એ વિનાશક પાયાઓ ઉપર ઉભો છે તે બદલવા જો આપણે કાંઇ નક્કર નહીં કરીએ તો શાંતિ શક્ય બનવાની જ નથી.
સૂત્રોચ્ચારો કે નિવેદનો માત્રથી વિશ્વમાં શાંતિ આવવાની નથી, તે માટે તો શાંતિપૂર્વ માનવ સર્જનનો આજીવન ભેખ ધારણ કરવો પડે. માનવસમાજના તમામ સ્તરે જો આપણે વેપાર-ધંધા, અધિકારી, નેતાગીરી, વગદાર પ્રતિભાઓ સહિતના શાંતિપૂર્ણ માનવ સર્જન માટે કામ કરીશું અને જો આપણે આપમેળે શાંતિપૂર્ણ તથા પોતાનામાં સર્વાંગ સંપૂર્ણ હોય તેવા માનવોનું સર્જન કરીશું તો તેવા લોકો સમાજના વ્યાપક ભાગમાં શાંતિ પ્રસરાવશે. શાંતિ એ યુદ્ધ નિવારવાના સંદર્ભમાં નથી પરંતુ જગતમાં શાંતિની સક્રિય સંસ્કૃતિની પ્રસ્થાપના છે.
– Isha Foundation