ભારતના કેપ્ટન રોહિત શર્મા બુધવારે અમદાવાદમાં ICC ક્રિકેટ વર્લ્ડ કપ 2023ના કેપ્ટન પ્રેસ કોન્ફરન્સને સંબોધિત કરે છે.. (ANI Photo)

ક્રિકેટ વિશ્વ કપના 5 ઓક્ટોબરે પ્રારંભ પહેલા બુધવારે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે કેપ્ટન ડે ઇવેન્ટ યોજાઈ હતી. રવિ શાસ્ત્રી અને ઇયોન મોર્ગને ક્રિકેટ વર્લ્ડ કપ 2023ની શરૂઆત પહેલા 10 કપ્તાનોની સવાલ કર્યા હતા. રોહિત શર્માબાબર આઝમપેટ કમિન્સજોસ બટલરકેન વિલિયમસન તેમની સંબંધિત ટીમોમાંથી તૈયારીઓભૂતકાળની ઘટનાઓમાંથીબિરયાનીના અંગેની પણ ચર્ચા થઈ હતી. કેપ્ટન્સ ડે‘ ઇવેન્ટમાં ફોટો-ઓપ અને પ્રેસ કોન્ફરન્સ યોજાઈ હતી.  

વર્લ્ડ કપ માટે દરેક ટીમના કેપ્ટન સાથે સવાલ-જવાબો થયા હતા. ભારતના કેપ્ટન રોહિત શર્માએ કહ્યુંઅમે ખૂબ જ ઉત્સાહિત છીએ. આ વખતે ભારતમાં વર્લ્ડ કપ હોવાથી મજા આવશે અને ટીમ ફ્રેશ છે એટલે વધુ સારું લાગી રહ્યું છે. એશિયા કપ અને ઓસ્ટ્રેલિયા સામેની સિરીઝથી અમને સારો અનુભવ મળ્યો છેજે વર્લ્ડ કપમાં કામ આવશે. 

ઈન્ડિયા-પાકિસ્તાન મેચના સવાલ પર પાકિસ્તાન ટીમના કેપ્ટન બાબરે કહ્યું હતું કે છેલ્લા એક વીકથી અમે અહીં જ છીએઆથી અમે એટલું પ્રેશર અનુભવતા નથી. એશિયન કંડિશન સરખી હોવાથી અમે પિચ સાથે ટેવાયેલા છીએ. ભારત અને પાકિસ્તાનની મેચ પર માત્ર આ બંને દેશ વચ્ચે જ નહીંપરંતુ દરેક દેશની નજર હોય છે. આથી હું વધુ ઉત્સાહિત છું. રવિ શાસ્ત્રીએ બાબર આઝમને પૂછ્યું કે હૈદરાબાદી બિરયાની કેવી લાગી…. તો બાબરે જવાબ આપ્યો કે મેં ખૂબ જ આ વિશે સાંભળેલું હતું અને જ્યારે અમે આ બિરયાની ખાધી તો સાચે જ મજા આવી. 

પાકિસ્તાનના કેપ્ટન બાબરે કહ્યું કે ભારતમાં અમારી આગતા-સ્વાગતા ખૂબ જ સારી રીતે થઈ હતી. અમારી ટીમનું સૌથી મજબૂત પાસું બોલિંગ ડિપાર્ટમેન્ટ છે 

ઓસ્ટ્રેલિયન કેપ્ટન પેટ કમિન્સે કહ્યું હતું કે એક રમતપ્રેમી અને ખેલાડી તરીકે ભારતમાં રમવું એક મજાની વાત છે. અહીંના લોકો ખૂબ ઉત્સાહ સાથે મેચ જોવા આવે છે અને દરેક ટીમને સપોર્ટ કરે છે. ઈંગ્લેન્ડના કેપ્ટન જોશ બટલરએ કહ્યું હતું કે 2015 પછી અમારી ટીમે ઘણું સારું પ્રદર્શન કર્યું છે. ટીમમાં રિવોલ્યૂશન આવ્યુંજેનું શ્રેય મોર્ગનને જાય છે. અમે તેની જ કેપ્ટનશિપમાં 2019નો વર્લ્ડકપ જીત્યા હતા. હવે આ ટુર્નામેન્ટ માટે હું ખૂબ જ એક્સાઇટેડ છું. 

LEAVE A REPLY