કેલિફોર્નિયાના યુએસ હાઉસના ડેમોક્રેટિક પ્રતિનિધિ ઝો લોફગ્રેને ગુરુવારે સ્પીકર નેન્સી પેલોસીને પત્ર લખીને ‘મોટી નિરાશા’ વ્યક્ત કરી છે કે ગ્રીન કાર્ડની મર્યાદામાં સુધારો કરવા માટેના તેમના બિલને હાઉસમાં વિચારણામાંથી હટાવવામાં આવ્યું હતું, તેવું રોલકોલડોટકોમના એક રીપોર્ટમાં જણાવ્યું હતું. વોશિંગ્ટન ડીસીમાં આ વેબસાઇટ કેપિટોલ હિલના યુએસ કોંગ્રેસના સમાચારોને પ્રકાશિત કરે છે.
કેલિફોર્નિયામાં સિલિકોન વેલીના પ્રતિનિધિ અને જ્યુડિશિયરી કમિટીની ઇમિગ્રેશન પેનલના અધ્યક્ષ લોફગ્રેને જણાવ્યું હતું કે, દસકાઓમાં પ્રથમવાર લીગલ ઇમિગ્રેશન સીસ્ટમમાં સુધારો કરવા માટે આ બિલ “એક નાનું અને મહત્વપૂર્ણ પગલું” છે. તે લાંબી પડતરયાદીને ઘટાડવા માટે રોજગાર આધારિત ગ્રીન કાર્ડ પર દેશ દીઠ મર્યાદાને તબક્કાવાર કરશે.
રોલકોલડોટકોમના રીપોર્ટ પ્રમાણે, લોફગ્રેને પત્રમાં જણાવ્યું હતું કે, “એ બાબત જરૂરી છે કે આપણે તે લોકો માટે
મુશ્કેલીઓ દૂર કરીએ જેઓ દસકાઓથી લાંબા ઇમિગ્રન્ટ વિઝા બેકલોગ હેઠળ સૌથી વધુ મુશ્કેલીઓ અનુભવે છે.”
ઇક્વલ એક્સેસ ટુ ગ્રીન કાર્ડઝ ફોર લીગલ એમ્પ્લોયમેન્ટ એક્ટ ઓફ 2022 અથવા તો ઇગલ એક્ટ ઓફ 2022ના નામે ઓળખાતા આ બિલને 2021માં લોફગ્રેન દ્વારા યુએસ હાઉસ ઓફ રીપ્રેઝન્ટેટિવ્સમાં રજૂ કરવામાં આવ્યું હતું અને તે રોજગાર આધારિત વિઝા સંબંધિત જરૂરીયાતોમાં ફેરફાર કરવા અને તે સંબંધિત મુદ્દાઓનું નિરાકરણ ઇચ્છે છે. આ બિલમાં રોજગાર આધારિત ઇમિગ્રન્ટ વિઝા માટેની દેશ દીઠ મર્યાદાને નાબૂદ કરવાની જોગવાઈથી હજારો ભારતીયોને ફાયદો થશે જેઓ વર્ક પરમિટ એચ અને એલ વિઝા પર અમેરિકામાં વસે છે અને ગ્રીન કાર્ડ અથવા કાયમી નિવાસ મેળવવા માટે લાંબા સમયથી રાહ જોઇ રહ્યા છે. આ બિલમાં પરિવાર આધારિત ઇમિગ્રન્ટ વિઝા પર દેશ દીઠ મર્યાદાને તે વર્ષે ઉપલબ્ધ આવા વિઝાની કુલ સંખ્યાના 7 ટકાથી વધારીને 15 ટકા કરવાની દરખાસ્ત પણ કરવામાં આવી છે. અમેરિકામાં ઘણી મોટી ટેક્નોલોજી કંપનીઓએ EAGLE એક્ટને સમર્થન આપ્યું છે.
આ બિલ રોજગાર આધારિત વિઝા જેવા કે EB-2 (એડવાન્સ ડિગ્રી અથવા અસાધારણ ક્ષમતા) અને EB-3 (કુશળ અને અન્ય કામદારો)માટે પરિવર્તનના નિયમો સ્થાપિત કરે છે. આવા સંખ્યાબંધ વિઝા પ્રોફશનલ નર્સો અને ફીઝિકલ થેરાપીસ્ટ્સને ફાળવવા.
આ બિલ H-1B વિઝા મેળવવા ઇચ્છતા એમ્પ્લોયર પર વધારાની જરૂરીયાતો લાગુ પાડે છે, જેમ કે નોકરીદાતાઓ પર જાહેરાત કરવાનો પ્રતિબંધિત મુકે છે કે નોકરી ફક્ત H-1B અરજદારો માટે જ ઉપલબ્ધ છે અથવા H-1B અરજદારોને પ્રાથમિકતા આપવામાં આવે છે, અને કેટલાક નોકરીદાતાઓ પાસે અડધા કરતાં વધુ કર્મચારીઓ નોન-ઇમિગ્રન્ટ વિઝા પર કામ કરે છે.
યુએસ ડિપાર્ટમેન્ટ ઓફ લેબર જાહેર રીતે ઉપલબ્ધ થાય તેવી એક વેબસાઇટ બનાવશે જ્યાં H-1B વિઝા મેળવવા ઇચ્છતા એમ્પ્લોયરે બિલ મુજબ, ઓપન પોઝિશન અંગે ચોક્કસ માહિતી મુકવી જરૂરી રહેશે.