દક્ષિણ આફ્રિકાના બેટ્સમેન અને મિસ્ટર 360 તરીકે ઓળખાતા એબી ડી વિલિયર્સે ગુરુવાર, 19 નવેમ્બરે કિક્રેટના તમામ ફોર્મેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી હતી. ડી વિલિયર્સે ટ્વિટર પર તેમણે તેમની 17 વર્ષની લાંબી કારકિર્દીના અંતની જાહેરાત કરી હતી.
ડી વિલિયર્સે તેમની નિવૃત્તિ પર IPL ટીમ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB)ના ચાહકો માટે એક ખાસ વિડિયો જાહેર કર્યો છે. તેમણે ખાસ કરીને RCB મેનેજમેન્ટ અને તેમના મિત્ર વિરાટ કોહલીનો આભાર માન્યો હતો. ડી વિલિયર્સે ભાવુક અંદાજમાં કહ્યું હતું કે RCB સાથે ક્યારે 11 વર્ષ વીતી ગયા તે ખબર ન પડી.
ડી વિલિયર્સે 2018માં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી હતી. 114 ટેસ્ટ, 228 ODI અને 78 T20 ઈન્ટરનેશનલ રમનાર ડી વિલિયર્સની ગણના સર્વકાલીન શ્રેષ્ઠ બેટ્સમેનોમાં થાય છે. આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં તેમણે 47 સદી ફટકારી છે.