યુનિવર્સિટી ઓફ એરિઝોનાના વૈજ્ઞાનિકોએ એક અભ્યાસમાં 4 માર્ચ, 2022એ ચંદ્ર પર થયેલા એક ક્રેશ સંબંધિત રહસ્યમય ઘટનાનો ઉકેલ આવ્યો છે. ચીનનું લોંગ માર્ચ 3C નામનું રોકેટ ચંદ્રની દૂરની બાજુ અથડાયું હતું અને તેનાથી ચંદ્રની પાછળની સપાટી પર 29 મીટર પહોળો ખાડો પડ્યો હતો.
ચીની રોકેટનો એક ભાગ ધડાકાભેર અથડાતા ચંદ્ર પર હર્ટ્ઝસ્પ્રંગ ક્રેટર નજીક આશરે 95 ફૂટ (29 મીટર) પહોળો ડબલ ક્રેટર સર્જાયો હતો. આની સાથે એક વર્ષ કરતાં વધુ સમય પહેલાં બનેલી રહસ્યમ ઘટનાનો ઉકેલ આવ્યો છે.
એરિઝોના યુનિવર્સિટીના એરોસ્પેસ એન્ડ મિકેનિકલ એન્જિનિયરિંગ ડિવિઝનના ખગોળશાસ્ત્રીઓની એક ટીમનું નેતૃત્વ કરી રહેલા ટેનર કેમ્પબેલે જમીન પર સ્થિત ટેલિસ્કોપમાંથી ડેટાનો ઉપયોગ કરીને સ્પેક્ટ્રોસ્કોપિક વિશ્લેષણ હાથ ધર્યું હતું અને આ તારણ કાઢ્યું હતું.
પ્રારંભિક અવલોકનોના આધારે શરૂઆતમાં એવું લાગતું હતું કે સ્પેસએક્સ ફાલ્કન 9 રોકેટ આ રહસ્યમય ઘટના માટે જવાબદાર હતું. ફેબ્રુઆરી 2015માં DSCOVR ઉપગ્રહ લોન્ચ કરવા માટે આ રોકેટનો ઉપયોગ કરાયો હતો. જોકે વધુ ઊંડાણપૂર્વકની તપાસ બાદ ખગોળશાસ્ત્રીઓએ તારણ કાઢ્યું છે કે આ ઘટના માટે ચીનનું લોંગ માર્ચ 3C રોકેટ જવાબદાર હતું. આ અંગેના વિગતવાર તારણો પ્લેનેટરી સાયન્સ જર્નલ પ્રકાશિત કરાયા છે.
યુનિવર્સિટી ઓફ એરિઝોના આ તારણો હોવા છતાં ચીની અધિકારીઓએ આ નિષ્કર્ષને સંપૂર્ણ રીતે નકારી કાઢ્યો હતો. ચીને દલીલ કરી હતી કે ચાંગ’ઇ 5-T1 પ્રક્ષેપણને પગલે પૃથ્વીના વાયુમંડળમાં લોંગ માર્ચ 3Cનો ઉપરનો તબક્કો બળી ગયો હતો.
દરમિયાન અમેરિકાના સ્પેસ કમાન્ડે યુનિવર્સિટી ઓફ એરિઝોના અભ્યાસને સમર્થન આપ્યું હતું. તેને જણાવ્યું હતું કે આ પદાર્થ પૃથ્વીના વાયુમંડળમાં ફરી પ્રવેશ્યો ન હતો.
સંશોધકોએ જણાવ્યું હતું કે “આ રીસર્ચ પેપરમાં અમે ગ્રાઉન્ડ-આધારિત ટેલિસ્કોપ અવલોકનોનો ઉપયોગ કરીને એક રોકેટના માર્ગ અને સ્પેક્ટ્રોસ્કોપિક વિશ્લેષણ રજૂ કરીએ છીએ જેથી સ્પષ્ટપણે જણાય કે WE0913A નામનું આ ઓબ્જેક્ટ હકીકતમાં ચાંગ 5-T1 મિશનના લોંગ માર્ચ 3C રોકેટ બોડી (R/B) હતું.” સંશોધન આ રીસર્ચમાં ચીની રોકેટના પ્રકાશ વળાંકનું વિશ્લેષણ કરવામાં આવ્યું હતું.