રાજકોટમાં ધોરણ 8 માં અભ્યાસ કરતી 14 વર્ષની છોકરીનું તેની શાળામાં અચાનક પડી જવાથી મૃત્યુ થયું હતું, તેના પરિવારજનોએ દાવો કર્યો હતો કે બાળકીનું ઠંડીમાં ઠુંઠવાઈ જવાથી મોત થયું હતું. શાળા સત્તાવાળાઓએ વિદ્યાર્થીઓને યુનિફોર્મ સ્વેટર્સની જગ્યાએ તેમની પસંદગીના ગરમ કપડાંનો ઉપયોગ કરવાની છૂટ આપવી જોઇતી હતી. આ ઘટનાને પગલે રાજ્ય સરકારે સ્કૂલોમાં વિદ્યાર્થીએને પોતાની પસંદગીના ગરમ કપડા પહેરવાની છૂટ આપી હતી.
આ ઘટના એ વી જસાણી વિદ્યા મંદિર ખાતે મંગળવારે બની હતી, જેના કારણે જિલ્લા શિક્ષણ સત્તાવાળાઓએ પ્રવર્તમાન ઠંડીને ધ્યાનમાં રાખીને સવારે તેમના સામાન્ય સમય કરતાં એક કલાક મોડી શાળાઓ ખોલવાનો આદેશ આપ્યો હતો અને તે સ્કૂલ યુનિફોર્મમાં પણ રાહત આપી હતી.
ડોકટરોએ જણાવ્યું હતું કે પીડિત રિયા સાગરનું મૃત્યુ હાર્ટ એટેકને કારણે થયું હોવાનું જણાય છે. જોકે બાળકીને પરિવારજનોએ જણાવ્યું હતું કે તેને કોઈ સ્વાસ્થ્ય સંબંધી તકલીફો ન હતી. જિલ્લા શિક્ષણ અધિકારી બીએસ કૈલાએ જણાવ્યું હતું કે મૃત્યુનું ચોક્કસ કારણ પોર્ટ-મોર્ટમ પછી જાણી શકાશે.
અધિકારીએ જણાવ્યું હતું કે “સવારે લગભગ 7.25 વાગ્યાની આસપાસ, રિયા શાળાની લોબીમાં તેના મિત્રો સાથે વાત કરતી વખતે નીચે પડી ગઈ હતી. 100 મીટરના અંતરે એક હોસ્પિટલ આવેલી છે જ્યાં તેને તાત્કાલિક લઈ જવામાં આવી હતી. પરંતુ ત્યાં તેને મૃત જાહેર કરવામાં આવી હતી અને ડૉક્ટરોએ જણાવ્યું હતું કે પ્રાથમિક દ્રષ્ટિએ લાગે છે કે હાર્ટ એટેકથી મોત થયું છે. વિગતવાર પોસ્ટમોર્ટમ રિપોર્ટથી મૃત્યુનું સાચું કારણ શોધી કાઢશે.”
પત્રકારો સાથે વાત કરતા રિયાની માતાએ કહ્યું કે શાળાએ વિદ્યાર્થીઓને યુનિફોર્મ સ્વેટરને વળગી રહેવાને બદલે ગરમ કપડાં પહેરવાની મંજૂરી આપવી જોઈએ. તેની માતા જાનકી સાગરે જણાવ્યું હતું કે, “મારી પુત્રીને કોઈ રોગ ન હતો. ઠંડીને કારણે તેના હૃદયમાં લોહી જામી જવાને કારણે તેનું મૃત્યુ થયું હતું.”