પ્રતિકાત્મક તસવીર (istockphoto)

નલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (NPCI)એ યુનિફાઈડ પેમેન્ટ્સ ઈન્ટરફેસ (UPI) નેટવર્ક પર મોબાઈલ વોલેટ જેવા પ્રીપેડ પેમેન્ટ ઈન્સ્ટ્રુમેન્ટ (PPI)ના ઉપયોગ મારફત રૂ.2000થી વધુના મર્ચન્ટ ટ્રાન્ઝેક્શન પર 1.1% ઈન્ટરચેન્જ ફી લાદી છે. જોકે તેને સ્પષ્ટતા કરી છે કે બેંક એકાઉન્ટથી બેંક એકાઉન્ટ આધારિત UPI પેમેન્ટ્સ અથવા સામાન્ય UPI પેમેન્ટ્સ માટે કોઈ ચાર્જ લાગુ કરાયો નથી. આ માત્ર પ્રીપેડ પેમેન્ટ ઈન્સ્ટ્રુમેન્ટ્સ (PPI) મર્ચન્ટ ટ્રાન્ઝેક્શન્સ માટે જ લાગુ પડે છે અને ગ્રાહકો પર કોઈ ચાર્જ લાગુ પડતો નથી. આ ચાર્જથી ગ્રાહકોમાં ગૂંચવળ ઊભી થયા પછી એનપીસીઆઇએ આ સ્પષ્ટતા કરી હતી.

પીપીઆઇ ઇન્સ્ટ્રુમેન્ટમાં ઓનલાઇન વોલેટ, સ્માર્ટ વાઉચર, સ્માર્ટ કાર્ડ વગેરેનો સમાવેશ થાય છે. આવા વોલેટ મારફત મર્ચન્ટ પેમેન્ટ કરવામાં આવે ત્યારે ફી લાગુ પડે છે. આ ફી તમારે નહીં પરંતુ મર્ચન્ટે ચુકવવાની છે.

NPCIએ PPI વોલેટ્સને ઇન્ટરઓપરેબલ UPI ઇકોસિસ્ટમનો ભાગ બનવાની મંજૂરી આપી છે અને પહેલી એપ્રિલની અસરથી પીપીઆઇનો ઉપયોગ કરીને રૂ.2000થી વધુના યુપીઆઇ ટ્રાન્ઝેક્શન પર 1.1 ટકા ચાર્જ લાદ્યો છે.

NPCIએ જણાવ્યું હતું કે આ ચાર્જ પીપીઆઇ મર્ચન્ટ ટ્રાન્ઝેક્શન પર લાગુ પડે છે અને ગ્રાહકો પર કોઇ ચાર્જ નથી. યુપીઆઇ પેમેન્ટ આધારે બેન્ક એકાઉન્ટથી બેન્ક એકાઉન્ટ માટે કોઇ ચાર્જ લાગુ કરાયો નથી. ગ્રાહકોને યુપીઆઇ સંચાલિત એપ્સ પર કોઇપણ બેન્ક એકાઉન્ટ, રૂપે ક્રેડિટ કાર્ડ અને પ્રિપેઇડ વોલેટનો ઉપયોગ કરવાનો વિકલ્પ મળશે.

તાજેતરના સમયમાં  મફત, ઝડપી, સુરક્ષિત ટ્રાન્ઝેક્શન ઓફર કરીને યુપીઆઇ ડિજિટલ પેમેન્ટનું પસંદગીનું માધ્યમ બન્યું છે. પરંપરાગત રીતે યુપીઆઇ ટ્રાન્ઝેક્શનનું સૌથી પસંદગીનું માધ્યમ યુપીઆઇવાળા એપ્સ સાથે બેન્ક એકાઉન્ટ લિન્ક કરવાનો છે. યુપીઆઇના કુલ ટ્રાન્ઝેક્શનમાં આવા ટ્રાન્ઝેક્શનનું પ્રમાણ 99.9 ટકા છે.

 

LEAVE A REPLY