(ANI Photo)

ભારતના જાણીતા ટેક્સટાઇલ ગ્રૂપ રેમન્ડ ગ્રુપના ચેરમેન અને મેનેજિંગ ડાયરેક્ટર ગૌતમ હરિ સિંઘાનિયાએ સોમવારે પત્ની નવાઝ મોદી સિંઘાનિયા સાથે લગ્નજીવનનો અંત આણવાની સોમવારે જાહેરાત કરી હતી. ગૌતમ અને નવાઝ લગ્નજીવનના 32 વર્ષે પછી અલગ થયા હતા.

ગૌતમે સિંઘાનિયાએ સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરીને આ અંગેની માહિતી જાહેર કરી હતી. સિંઘાનિયા દંપતી વચ્ચે વિખવાદ ચાલી રહ્યો હોવાની બિઝનેસ વર્તુળોમાં અગાઉ અટકળો ચાલતી હતી. 58 વર્ષના ગૌતમ સિંઘાનિયાએ 1999માં ભારતીય સોલિસિટર નાદર મોદીની પુત્રી નવાઝ મોદી સાથે લગ્ન કર્યા હતા.આ પહેલા બંને 8 વર્ષ સુધી લિવ-ઈન રિલેશનશિપમાં હતા. નવાઝના પિતા આ લગ્ન માટે તૈયાર ન હતા. લગ્ન સમયે પારસી નવાઝની ઉંમર 29 વર્ષની હતી. નવાઝ મોદી એક કલાકાર છે અને તેણે મુંબઈમાં અનેક કલા પ્રદર્શનોનું આયોજન કર્યું છે.

તેઓના લગ્ન 1999માં થયા હતા. સિંઘાનિયાએ તેમના બે બાળકોની કસ્ટડી અથવા છૂટાછેડા અંગે વધુ કોઇ માહિતી આપી ન હતી. એક સોશિયલ મીડિયા પોસ્ટમાં, તેમણે કહ્યું હતું કે “આ દિવાળી ભૂતકાળ જેવી નહીં હોય.” સિંઘાનિયાએ ઇન્સ્ટાગ્રામ પર લખ્યું, “મારું માનવું છે કે નવાઝ અને હું અહીંથી અલગ-અલગ રસ્તાઓ પર આગળ વધીશું.”

LEAVE A REPLY