દિવાળીને દિવસે રમાયેલી મેચમાં નેધરલેન્ડને 160 રનને હરાવીને ભારતે વિશ્વકપ 2023માં સતત નવમો વિજય નોંધાવ્યો હતો. શ્રેયસ ઐય્યર અને કે એલ રાહુલની ધમાકેદાર સદી અને રોહિત-ગીલ-કોહલીની ફિફ્ટીની મદદથી ભારતે 50 ઓવરમાં 4 વિકેટે 410નો જંગી સ્કોર ખડો કર્યો હતો. આ ટાર્ગેટનો પીછો કરતાં નેધરલેન્ડ્સ 47.5 ઓવરમાં 250 રને ઓલઆઉટ થઈ ગયું છે.
ભારતે ટોસ જીતીને બેટિંગ કરવાનો નિર્ણય કર્યો કર્યો હતો. ભારત તરફથી શ્રેયસ ઐય્યરે અણનમ 94 રન (બોલ-128, ફોર-10, સિક્સ-5), કે.એલ.રાહુલે 102 રન (બોલ-64, ફોર-11, સિક્સ-4), રોહિત શર્માએ 61 રન (બોલ-54, ફોર-8, સિક્સ-2), શુભમન ગીલે 51 રન (બોલ-32, ફોર-3, સિક્સ-4), વિરાટ કોહલીએ 51 રન (બોલ-56, ફોર-5, સિક્સ-1), સુર્યકુમાર યાદવે અણનમ 2 રન નોંધાવ્યા હતા. બોલિંગના મોરચે ભારત તરફથી રોહિત-કોહલી સહિત 9 ખેલાડીઓએ બોલિંગ નાખી હતી. જસપ્રીત બુમરાહ, મોહમ્મદ સિરાજ, કુલદીપ યાદવ, રવિન્દ્ર જાડેજાએ 2-2 વિકેટ લીધી હતી, જ્યારે વિરાટ કોહલી અને રોહિત શર્માએ 1-1 વિકેટ ઝડપી હતી,
નેધરલેન્ડ્સ તરફથી એકમાત્ર તેજા ન્દામાનુરુની અર્ધીસદી ફટકારી હતી. જ્યારે બાકીના ખેલાડીઓ મસમોટા સ્કોર સામે ફિફ્ટી પણ ફટકારી શક્યા ન હતા. નેધરલેન્ડ્સ તરફથી ડી લીડેની 2 વિકેટ ઝડપી હતી, જ્યારે પોલ વાન મીકરેન અને રોલ્ફ વાન ડેર મેરવેએ 1-1 વિકેટ ખેરવી હતી. આ પહેલા ભારતીય ટીમે લીગમાં રમાયેલી તમામ 8 મેચ જીતીને સેમિફાઈનલમાં પહોંચી ગઈ હતી. તેથી આ મેચ ભારત માટે માત્ર પ્રેક્ટિસ બની હતી.