(ANI Photo)

દિવાળી પહેલા પાકિસ્તાનની જેલમાંથી મુક્ત થયેલા ભારતના 80 માછીમારોને અટારી-વાઘા બોર્ડરથી ભારતમાં આવી પહોંચ્યા હતા. પાકિસ્તાનની સત્તાવાળાએ તેમને BSF સત્તાવાળાઓને સોંપ્યાં હતા.

પાકિસ્તાન સરકારે ગુરુવારે કરાચીની મલીર જેલમાંથી 80 ભારતીય માછીમારોને મુક્ત કર્યા હતા. પંજાબ પોલીસના પ્રોટોકોલ ઓફિસર અરુણ મહેલે જણાવ્યું હતું કે ઈસ્લામાબાદ સ્થિત ભારતીય હાઈકમિશન દ્વારા જારી કરાયેલ ‘ઇમર્જન્સી ટ્રાવેલ સર્ટિફિકેટ’ દ્વારા તમામ કેદીઓ શુક્રવારે રાત્રે અટારી-વાઘા બોર્ડરના લેન્ડ ટ્રાન્ઝિટ રૂટ દ્વારા ભારત આવ્યાં હતાં. ભારતીય ડોકટરોની ટીમ દ્વારા માછીમારોની તબીબી તપાસ કરવામાં આવી હતી. ત્રણ વર્ષ પહેલાં અરબી સમુદ્રમાં પ્રાદેશિક જળસીમામાંથી માછીમારોની બોટ પાકિસ્તાનમાં દાખલ થઈ ગઈ હતી અને તેમની ધરપકડ કરાઈ હતી.

LEAVE A REPLY