ઉત્તર પ્રદેશના અયોધ્યામાં દિવાળીની પૂર્વ સંધ્યાએ 51 ઘાટ પર 24 લાખ દીવડા પ્રગટાવવામાં આવ્યા હતા અને આ ઉત્સવને બીજી વાર ગિનેસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડઝમાં સ્થાન મળ્યું હતું. આ કાર્યક્રમ બપોરે 3 વાગ્યે શરૂ થયો હતો અને તેનું ઉદ્ઘાટન મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથ કર્યું હતું. 25,000 જેટલા સ્વયંસેવકો 24 લાખ દીવા પ્રગટાવ્યા હતા. દીપોત્સવ કાર્યક્રમમાં ગિનેસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડની એક ટીમ હાજર રહી હતી અને ડ્રોન કેમેરા દ્વારા દીવડાઓની ગણતરી કરી હતી.
અગાઉ સીએમ યોગીએ કહ્યું હતું કે, અયોધ્યા દીપોત્સવનો કાર્યક્રમ તેની ભવ્યતા માટે સમગ્ર વિશ્વમાં ઓળખ મેળવી રહ્યો છે. આવી સ્થિતિમાં સમારોહની ગરિમાને ધ્યાનમાં રાખીને તમામ તૈયારીઓ કરવી જોઈએ. 2017થી દીપોત્સવ દર વર્ષે નવો રેકોર્ડ બનાવી રહ્યો છે. દીપોત્સવ દરમિયાન 04 દેશો અને 24 રાજ્યોની રામલીલાઓનું મંચન થશે. સીએમએ કહ્યું કે, આખી દુનિયાની નજર આ ઉત્સવ પર છે. તેથી તેની ભવ્યતામાં કોઈ ખામી રહેવી ના જોઈએ.

LEAVE A REPLY