બેંકર અને અબજોપતિ ઉદય કોટકના પુત્ર જય કોટક અને 2015માં મિસ ઇન્ડિયા બનેલી અદિતિ આર્ય લગ્નનના બંધનમાં બંધાયા હતા. આ લગ્નમાં અંબાણી પરિવાર સહિત જાણીતા ઉદ્યોગપતિઓએ હાજરી આપી હતી.હતાં
લગ્ન મંગળવારે મુંબઈના જિયો કન્વેન્શન સેન્ટરમાં થયા હતા.આ વર્ષની શરૂઆતમાં, જય કોટકે પુષ્ટિ કરી હતી કે તેને અદિતી આર્યા સાથે સગાઈ કરી છે.
દિગ્ગજ બેંકર ઉદય કોટકના પુત્ર જય કોટકે કોલંબિયા યુનિવર્સિટીમાંથી બીએ કર્યું છે. આ પછી તેને હાર્વર્ડ બિઝનેસ સ્કૂલમાંથી MBAની ડિગ્રી મેળવી હતી. હાલમાં, જય કોટક મહિન્દ્રા બેંકની ડિજિટલ પ્રથમ મોબાઇલ બેંક 811નું પ્રતિનિધિત્વ કરી રહ્યો છે. અભ્યાસની સાથે અદિતિને મોડલિંગ અને એક્ટિંગનો પણ શોખ છે. તેને સાઉથની ઘણી ફિલ્મોમાં કામ કર્યું છે. આ સિવાય તે કેટલીક બોલિવૂડ ફિલ્મોમાં પણ જોવા મળી છે