(Photo by Kevin C. Cox/Getty Images)

ભારતની તપાસ એજન્સી એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઇડીએ) શુક્રવારે જણાવ્યું હતું કે મની લોન્ડરિંગ તપાસના ભાગરૂપે તેને દેશની સૌથી મોટી ટુ વ્હિલક કંપની હીરો મોટોકોર્પના એક્ઝિક્યુટિવ ચેરમે પવન કાંત મુંજાલની ₹24.95 કરોડની સંપત્તિ જપ્ત કરી છે.

કેન્દ્રીય એજન્સીએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, દિલ્હીમાં સ્થિત પવન મુંજાલની ત્રણ સ્થાવર મિલકતોને પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ (PMLA)ની જોગવાઈઓ હેઠળ કામચલાઉ રીતે જપ્ત કરવામાં આવી છે.

પવન મુંજાલ હીરો મોટોકોર્પ લિમિટેડના સીએમડી અને ચેરમેન છે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે ઓગસ્ટમાં પવન મુંજાલ અને તેની કંપનીઓ વિરુદ્ધ PMLA કેસ દાખલ કર્યા બાદ દરોડા પાડ્યા હતા. ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઈન્ટેલિજન્સ (DRI)ની ચાર્જશીટની નોંધ લીધા પછી કે જેમાં તેમના પર ગેરકાયદેસર રીતે વિદેશી વિનિમય/ચલણ ભારતની બહાર લઈ જવાનો આરોપ મૂકવામાં આવ્યો હતો.

એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે જણાવ્યું હતું કે, “પ્રોસિક્યુશન ફરિયાદમાં આરોપ છે કે ₹54 કરોડ જેટલું વિદેશી ચલણ/વિદેશી વિનિમય ગેરકાયદેસર રીતે ભારતની બહાર લઈ જવામાં આવ્યું હતું.”

LEAVE A REPLY